Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટ આરટીઓ અને ટ્રાફિક પોલીસની સામે લાલઘૂમ થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટે આરટીઓ અને ટ્રાફિક પોલીસને સીધું પૂછી લીધું હતું કે રસ્તા પર આટલા લોકોના મોત થયા ત્યારે તમે શું કરતા હતા, ઉંઘતા હતા. સરકારના પ્રતિબંધ છતાં દિવસના સમયે ડમ્પરો અને ટ્રાવેલ્સની બસો શહેરમાં કેમ ફરતી દેખાય છે. આ રીતે ઉઘાડેછોગ કાયદાનો ભંગ કેવી રીતે દેખાવી શકાય. આ ગેરકાયદે ફરતી બસ અને ડમ્પરની નીચે કેટલાય માણસો ચગદાઈને મરે છે.
આ ડમ્પરો અને ટ્રાવેલ્સ બસ દિવસે કેવી રીતે ફરે છે? આ સ્પેશિયલ પરમિશન વળી શું હોય? આવું કશું હોય જ નહીં. ટ્રાફિક હેન્ડલ થઈ ના શકતો હોય તો સ્પેશિયલ પરમિશન કેમ આપવામાં આવે છે? ટ્રાફિક પોલીસને ચાર રસ્તે ટ્રાફિકજામ અટકાવમાં રસ નથી પૈસા વસૂલવામાં રસ છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસ સતત પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરતી રહે છે. કોર્ટે કહ્યું હતું કે, 500 રિક્ષામાંથી 05 રિક્ષા પકડવાથી કાર્યવાહી કરી કહેવાય નહીં. માણસોની ઘટ હોય તો ભરતી કરો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરો.
કોર્ટે જણાવ્યું હતું કે, કોઈક દિવસ ઇસ્કોન સર્કલ ઉપર જઈને જુઓ ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી! રિક્ષાવાળો પેસેન્જરને આગળ બેસાડે છે. કેપેસિટી કરતાં વધારે પેસેન્જર ભરીને ગાડીઓ ત્યાંથી ઊપડે છે અને બાજુમાં ઊભો રહેલો કોન્સ્ટેબલ જોઈ રહે છે! શું ટ્રાફિક પોલીસ ખાનગી વાહનોને દંડવા માટે જ છે! કોમર્શિયલ અને ખાનગી વાહનો માટે અલગ અલગ નિયમો છે? કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ દેખાય એટલે 10 પોલીસવાળા તેને ઘેરી પડે છે. તેની પાછળ શું કારણ છે? આનાથી લોકોમાં શું ઈમેજ જાય છે તેની તમને ખબર છે?
આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું
