Ahmedabad News/ પશ્ચિમ રેલ્વેના 12 કર્મચારીઓને લોકોના જીવ બચાવવા માટે કર્યા સન્માનિત

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રા દ્વારા 12 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.

Gujarat Ahmedabad

@દીક્ષા લખપતિ

Ahmedabad News: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રા દ્વારા 12 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ કર્મચારીઓને મે અને જૂન, 2024 દરમિયાન સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યો. આ કર્મચારીઓ એ મુસાફરોની મુસાફરી દરમિયાન ઘણી મહત્વની કામગીરી કરી હતી. જેમાં તકેદારી અને અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં અને પરિણામે સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવાની કામગીરી કરી હતી.

આ 12 કર્મચારીઓમાંથી 03 વડોદરા અને 03 ભાવનગર ડિવિઝનના છે, 02 અમદાવાદ અને 02 રતલામ ડિવિઝનના છે જ્યારે 01 મુંબઈ સેન્ટ્રલ અને 01 રાજકોટ ડિવિઝનના છે. અશોક મિશ્રાએ સન્માનિત કર્મચારીઓની સતર્કતાની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ તમામ કર્મચારીઓ માટે રોલ મોડેલ છે.

સન્માનિત કર્મચારીઓએ સુરક્ષાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમ કે રેલ અને ટ્રેક ફ્રેક્ચરની શોધ, અપ્રિય ઘટનાઓને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવવી, માનવ જીવન બચાવવા, કોચમાં મળેલા ધુમાડાને ઓલવવા, બ્રેક બાઈન્ડિંગ, લટકતી વસ્તુઓની શોધમાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી વગેરે જેવા સલામતી સંબંધિત કાર્યો કરતી વખતે ટ્રેનોનું સલામત સંચાલન સુનિશ્ચિત કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું