Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ પાંચ છ દિવસમાં થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીમાં ફસાયેલા 23 જેટલા વ્યક્તિઓને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનના સંકલનથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. સ્થળાંતરિત કરાતા લોકો માટે ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા મુખ્યમંત્રીનું પ્રશાસનને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું
