Kutch News: કચ્છની પોલીસે અત્યંત પ્રશંસનીય કામગીરી બજાવતા ભારે વરસાદ અને પૂરની વચ્ચે પાંચના જીવ બચાવ્યા હતા. મુંદ્રા મરીન પોલીસે પૂરના પાણીમાં પસાયેલી પાંચ વ્યક્તિના જીવ બચાવ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજા પાણીમાં ઉતર્યા હતા. કાર કોઝવેમાંથી પસાર થતાં નદીના વહેણમાં તણાઈ હતી. 100 નંબર પર કોલ કરતાં પોલીસ મદદે પહોંચી હતી. રાત્રિ દરમિયાન લૂણી ગામે નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિઓને પીએસાઈએ જીવના જોખમે બચાવ્યા હતા. એક ફેમિલી સેલેરિયો કાર કોઝમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતાં નદીનાં વહેણમાં તણાઈ હતી. તેના લીધે કારે 100 નંબર પર કોલ કરતાં પોલીસ મદદ માટે પહોંચી હતી.
મુંદ્રા મરીન પોલીસના ભક્તિસિંહ, અનવરભાઈ રમેશભાઈ રબારી તેમજ ગ્રામજનો બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ રીતે પાંચના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પીએસઆઇ નિર્મલસિંહ જાડેજાનું ઠેર-ઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું. લોકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. રાજ્યમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ 48 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, 24 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે.
કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ 10 તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકાઓમાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
