Gandhinagar News: ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસ કે) નંદાનું નું શુક્રવારે નિધન થયું હતું. તેઓ તેમની પુત્રીને મળવા અમેરિકા ગયા હતા અને તેમનું અમેરિકામાં જ નિધન થયું હતું. તેઓ 68 વર્ષના હતા. તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટિંગ રાજ્ય સરકારના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે થયું હતું. તેમણે ગુજરાતની પ્રજાની સુખાકારીમાં વધારો કરતાં ઘણા મહત્વના નિર્ણયો લીધા હતા. તેમણે રાજ્યના વહીવટીતંત્રમાં અનેક મહત્વના હોદ્દા સંભાળ્યા હતા. તેમણે વહીવટી પ્રક્રિયાને સુચારુ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
દુર્ગમ વિસ્તારોમાં કમ્યુનિકેશન લાવ્યાં
રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં કોમ્યુનિકેશન ન હતું ત્યાં હેમ રેડિયો સિસ્ટમનો તેમણે આવિશ્કાર કર્યો હતો. 1978 બેચના અધિકારી એસકે નંદાએ ફિલ્ડ લેવલે ડાંગ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લાઓમાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે કામ કર્યું હતું. 1984માં પાણીની અછત, 1985-86માં દુષ્કાળની પરિસ્થિતિ અને આપત્તિઓના સમયમાં તેમણે આરોગ્ય, જળ, કાયદો અને વ્યવસ્થા, પર્યાવરણ તેમજ વનીકરણ ક્ષેત્રે ઉમદા કામ કર્યું છે.
પહેલી ફેબ્રુઆરી 1956માં જન્મેલા ડૉ. નંદાએ રાજ્ય સરકારની ફરજો દરમ્યાન અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે. ભૂજના ભૂંકપની રાહત કામગીરીની દેખરેખ રાખવા માટે અને વિનાશ બાદ રોગચાળો ફેલાય નહીં તેની ખાતરી કરવા માટેની નોંધ લેવાઇ હતી. સરકારની નીતિ વિષયક બાબતો થી આયુર્વેદ, આદિજાતિ વિકાસ અને રક્તદાનમાં તેમનો મોટો ફાળો રહ્યો છે.
ગુજરાતમાં રહી મહત્ત્વના કારકિર્દી
ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા. તે એક સિનિયર આઈએએસ અધિકારી હતા અને ગુજરાત સરકારમાં તેમની કારકિર્દી મહત્ત્વપૂર્ણ રહી. તેઓ ગુજરાતના મહત્ત્વના વિભાગો જેવા કે હેલ્થ, ટુરિઝમ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ફાઈનાન્સ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, ફોરેસ્ટ એન્ડ એન્વાયરોન્મેન્ટ સંભાળી ચૂક્યા હતા. તેમણે મેનેજમેન્ટ થા વહીવટ, ફાઈનાન્સ અને હેલ્થ સેક્ટરમાં સારો એવો અનુભવ હતો.
સરકારમાં તેમણે આરોગ્ય, ગૃહ ઉપરાંત નાગરિક પુરવઠા, પ્રવાસન, વન અને પર્યાવરણ સહિત અનેક વિભાગોમાં કામ કર્યું છે. તેઓ ગુજરાતના ચીફ સેક્રેટરી પદના પ્રબળ દાવેદાર હતા, પરંતુ ચીફ સેક્રેટરી પદેથી વરેશ સિંહાની નિવૃત્તિ પછી 2014માં રાજ્ય સરકારે તેમને જીએસએફસીમાં એમડી બનાવી ડો. ડીજે પાંડિયનને આ પદ માટે પસંદ કર્યા હતા. ડાંગ જિલ્લાના વાલી તરીકે તેમણે વર્ષો સુધી કામ કર્યું છે. મૂળ જગન્નાથ પુરી (ઓરિસ્સા)ના વતની એવા નંદાએ નિવૃત્તિ પછી ગાંધીનગરમાં વસવાટ પસંદ કર્યો હતો. ઓરિસ્સાના ગુજરાતમાં વસતા નાગરિકો માટે તેમણે ગાંધીનગર પાસેના અડાલજમાં પુરીની રેપ્લિકા જેવું ભગવાન જગન્નાથનું મંદિર નિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
