Mahisagar News: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી 4 કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
લુણાવાડાના અનેક નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર, ગોળ બજાર, વરધરી રોડ, જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થતાં અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. વરસાદે વહેલી સવારના ધડબડાટી બોલાવતા દુકાનોમાં પાણી ધૂસી ગયાં હતાં. જેથી દુકાન માલિકોને માલ-સામાન સગેવગે કરવનો પણ સમય મળ્યો ન હતો.
જેને લઈ દુકાન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે લુણાવાડા શહેરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે પર પણ પાણી ફરી વળ્યાં છે. જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. હાલ પણ લુણાવાડા શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં ફરીથી થયું વરસાદનું આગમન, જાણો ક્યાં કેટલી થઈ વર્ષા…
આ પણ વાંચો:અમદાવાદમાં બફારા બાદ વરસાદનું આગમન
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
