Ahmedabad news : વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 30 હજારની લાંચ માંગી હતી. બાદમાં તેનો સાગરીત લાંચની રકમ લેવા જતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. બાદમાં પોલીસે કોન્સ્ટેબલને પણ ઝડપી લીધો હતો.
આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીને દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરલ પોલીસને હાથે ઝડપાયો હતો. જેમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર એમ.પટેલે ફરિયાદીને ડરાવી ધમકાવીને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ.50,000 પડાવ્યા હતા. તે સિવાય તેણે બીજા રૂ.30,000 ની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ લાંચ આપવી ન હોવાથી એસીબીનો સંપર્ક સાધ્યો હતો.
જેને આધારે એસીબીના અધિકારીઓએ વિરમહગામના કરકથળ રોડ પર જોગણી માતા મંદિર પાસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલ વતી લાંચ લેવા આવેલા ભરત બી.ઠાકોરની રંગેહાથ ધરપકડ કરી હતી. બાદમાં કોન્સ્ટેબલ રાજેશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સુરત લોકસભા ચૂંટણીમાં બિનહરીફ થવા અંગે મુકેશ દલાલને સમન્સ
આ પણ વાંચો: ગામડાંની મહિલાઓ બની આત્મનિર્ભર, લીંબોળી એકત્ર કરી સખીમંડળની બહેનોએ કરી કરોડોની કમાણી
આ પણ વાંચો: વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
