Gandhinagar News/ રાજ્યમાં સીઝનનો 55 ટકાથી વધુ વરસાદ, કચ્છમાં સૌથી વધારે-ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો

ગુજરાતમાં સીઝનનો 50 ટકાથી વધુ એટલે કે સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તેમા કચ્છમાં સૌથી વધુ 75 ટકા, સૌરાષ્ટ્રમાં 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા અને મધ્ય ગુજરાતમાં 37 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

Gujarat Gandhinagar Others Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં સીઝનનો 50 ટકાથી વધુ એટલે કે સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તેમા કચ્છમાં સૌથી વધુ 75 ટકા, સૌરાષ્ટ્રમાં 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા અને મધ્ય ગુજરાતમાં 37 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં રવિવાર સુધી સિઝનનો માત્ર 30.12 ટકા વરસાદ પડ્યો હતો. પરંતુ સોમવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઉત્તર ગુજરાતમાં ઘટ રહેશે કે કેમ તે પ્રશ્નનો જવાબ જાણે ઉકેલાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ આજે મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ મંડાણ કર્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.50 ઈંચ, હિંમતનગર અને તલોદમાં પણ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ  મહેસાણાના વિસનગરમાં બે કલાકમાં 4 ઈંચ  સહિત કુલ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સોમવારે (29મી જુલાઈ) રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 100 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં પાણી કે પાણીમાં પાટણ, મહેસાણામાં એક દિવસમાં સાત ઇંચ વરસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અનરાધાર, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: વલસાડમાં નદીના ધસમસતા પ્રવાહમાં યુવકનું દિલધડક રેસ્ક્યું