Paris Olympics/ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળી બીજી સફળતા, શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો

1900 પછી ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભારત માટે 2 મેડલ જીતી મનુ ભાકરે રચ્યો ઇતિહાસ.

Top Stories Breaking News Sports

Paris Olympics : ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીત્યો છે. ભારતના સ્ટાર શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે મનુ ભાકર એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ શૂટર બની ગઈ છે.

पेरिस ओलंपिक 2024: भारत ने जीता दूसरा पदक, मनु भाकर और सरबजोत ने दिलाया कांस्य

આજે 30 જુલાઈના રોજ, એટલે કે પેરિસ ઓલિમ્પિકનો ચોથા દિવસ ભારત માટે વધુ સારો રહ્યો. આજે મનુ ભાકર અને સરબોજત સિંહે શાનદાર પ્રદર્શન કરી ભારતને વધુ એક મેડલ અપાવ્યો. મનુ ભાકરે આજે ભારતને ફરી ગૌરવ અપાવ્યું. શૂટર્સની મિશ્ર ઇવેન્ટમાં મનુભાકર અને સરબોજત સિંહનીજોડીએ બ્રોન્ઝ મેડલ જીતી ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો. મનુભાકરે ઐતિહાસક વિજય મેળવતા સોશિયલ મીડિયામાં ચારેકોર મનુભાકરની પ્રશંસા થઈ રહી છે.

પેરિસ ઓલિમ્પિક 2024નો ત્રીજો દિવસ ભારત માટે સારો રહ્યો ન હતો. ભારત શૂટિંગમાં બે મેડલ જીતી શક્યું હોત પરંતુ રમિતા જિંદાલ અને અર્જુન બબુતા ફાઇનલમાં પોતપોતાની મેચ હારી ગયા હતા. આ પછી ભારત બે મેડલ જીતવાનું ચૂકી ગયું.

આજે ભારતના ચોથા દિવસના સંપૂર્ણ શેડ્યૂલ વિશે જાણો.

શૂટિંગ – મહિલા સિંગલ્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની મનુ ભાકર તેની પાર્ટનર સરબજોત સિંહ સાથે 30 જુલાઈએ ભારત માટે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જતી ઇતિહાસ રચ્યો.

હોકી – ભારતીય પુરુષ હોકી ટીમ આજે ગ્રુપ સ્ટેજની તેની ત્રીજી મેચમાં રમતી જોવા મળશે. પૂલ બીમાં તેની મેચ આયર્લેન્ડ સામે થવાની છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તેને આર્જેન્ટીનાથી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેન્સ હોકી ગ્રુપ સ્ટેજ મેચ (ભારત વિ આયર્લેન્ડ) – સાંજે 4:45
તીરંદાજી – ભારતની અંકિતા ભક્તા અને ભજન કૌર વિમેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 32 મેચમાં રમતા જોવા મળશે. 41મી મેચમાં અંકિતા પોલેન્ડની વાયોલેટા મઝોર સાથે રમશે, જ્યારે ભજન ઈન્ડોનેશિયાની કમાલ સિફા નુરાફિફા સાથે રમતા જોવા મળશે. બંને ભારતીય ખેલાડીઓની મેચ એલિમિનેશન મેચ છે, હારનાર ટીમ અહીંથી બહાર થઈ જશે. મેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 32 એલિમિનેશન મેચમાં ધીરજ બોમ્માદેવરા ચેકિયાના એડમ લી સાથે રમતા જોવા મળશે.

વિમેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 32 એલિમિનેશન મેચ (અંકિતા ભક્ત) – સાંજે 5:14
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32 એલિમિનેશન મેચ (ભજન કૌર) – સાંજે 5:27
મેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 32 એલિમિનેશન મેચ (ધીરજ બોમ્માદેવરા) – રાત્રે 10:46
બેડમિન્ટન – ભારતની સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેન્સ ડબલ્સના ગ્રુપ સ્ટેજમાં ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સાથે મેચ રમવાની છે. ભારત માટે, મહિલા ડબલ્સના ગ્રુપ સ્ટેજની મેચમાં, અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોએ પોતાનો મુકાબલો ઓસ્ટ્રેલિયન જોડી સેટિયાના માપાસા અને એઝલ યુ સાથે રમવાનો છે.

મેન્સ ડબલ્સ ગ્રુપ સ્ટેજ – (સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી) – સાંજે 5:30
મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજ – (અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો) – સાંજે 6:20
બોક્સિંગ – અમિત પંખાલ ભારત માટે પુરુષોની 51 કિગ્રા બોક્સિંગ મેચના રાઉન્ડ 16 મેચમાં જોવા જઈ રહ્યો છે. તે ઝામ્બિયાના પેટ્રિક ચિનયેમ્બા સાથે રમતા જોવા મળશે. તો મહિલાઓની 57 કિગ્રા સ્પર્ધાના રાઉન્ડ 32 ની મેચમાં જાસ્મીન લેમ્બોરિયાનો મુકાબલો ફિલિપાઈન્સની નેસ્થી પેટેસિયો સાથે થશે.

પુરુષોની 51 કિગ્રા રાઉન્ડ ઓફ 16 – (અમિત પંખાલ) – સાંજે 7:16
મહિલાઓની 57 કિગ્રા રાઉન્ડ ઓફ 32 – (જાસ્મીન લેમ્બોરિયા) – રાત્રે 9:24
બોક્સિંગ ડેની અંતિમ મેચમાં પ્રીતિ પવાર મહિલાઓની 54 કિગ્રા રાઉન્ડ ઓફ 16 મેચમાં કોલંબિયાની એરિયસ કાસ્ટેનેડા યેની માર્સેલા સાથે રમતા જોવા મળશે. 30મી જુલાઈના કાર્યક્રમની આ છેલ્લી મેચ હશે જે 31મી જુલાઈએ બપોરે 1.22 કલાકે રમાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનુ ભાકરઃ ભાડાની પિસ્તોલ લઈ નેશનલ ટુર્ના.માં ભાગ લેવાથી ઓલિમ્પિકમાં ચંદ્રક સુધી

આ પણ વાંચો: મનુ ભાકરે 2017માં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ જીતી બધાને ચોંકાવ્યા હતા

આ પણ વાંચો:બે વખતની મેડલ વિજેતા સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર કર્યું ડેબ્યૂ, માત્ર 27 મિનિટમાં મેચ જીતી