ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતીને 2024માં ભારતનું ખાતુ ખોલાવનારી મનુ ભાકરે આ સાથે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા શૂટર બનવાની સિદ્ધિ મેળવી છે. મનુની કારકિર્દી પર નજર નાખીએ તો વર્ષ 2017 માં કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.મનુ ભાકરની રમતગમતની સફર ઉપલબ્ધિઓથી ભરેલી છે.
Manu Bhaker gets the ball rolling for #TeamIndia with a Bronze medal 🥉 in 10m pistol shooting!
#Cheer4Bharat & watch more action from #Paris2024, LIVE on #Sports18 & streaming FREE on #JioCinema 📲#OlympicsonJioCinema #OlympicsonSports18#JioCinemaSports pic.twitter.com/TpD9dAuzOvવર્ષ 2017 માં, મનુએ કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેક્સિકોના ગુઆડાલજારામાં 2018 ઇન્ટરનેશનલ સ્પોર્ટ શૂટિંગ વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાકરે બે વખતની ચેમ્પિયન અલેજાન્દ્રા ઝાવાલાને હરાવ્યો હતો. આ જીત સાથે તે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગઈ છે.
— JioCinema (@JioCinema) July 28, 2024
Congratulations👑 #ManuBhakar pic.twitter.com/M8pRMq4ENT
— Makya (@ccdx_2) July 28, 2024
તેણે 2018 માં ISSF જુનિયર વર્લ્ડ કપમાં પણ ડબલ ગોલ્ડ જીત્યો હતો. તે જ વર્ષે, 16 વર્ષની ઉંમરે તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો કોમનવેલ્થ ગેમ્સમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. મે 2019 માં, મનુએ મ્યુનિક ISSF વર્લ્ડ કપમાં ચોથું સ્થાન મેળવીને 2021 ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું, ઓગસ્ટ 2020 માં, મનુ ભાકરને વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. મન્નુ ભાકરને તેની માતાએ બનાવેલી ખીર ચુરમા ખૂબ જ પસંદ છે.
ભાકરે મેક્સિકોના ગુઆડાલજારામાં 2018 ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 16 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય બની હતી. આ પછી તેણે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લાઇફ સ્ટાઇલ દર્શાવતી અનેક તસવીરો છે. આ વિજયના પગલે તરત જ ગૂગલ પર પણ મનુ ભાકર સર્ચ થવા લાગ્યું છે.
ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. કોરિયન ખેલાડીઓ ઓ યે જીને ગોલ્ડ અને કિમ યેજીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
મનુ ભાકર કુલ 580 પોઈન્ટ સાથે 60 શોટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહી હતી. ભાકરે પ્રથમ શ્રેણીમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમી શ્રેણીમાં 96 અને છઠ્ઠી શ્રેણીમાં 96 ગુણ મેળવ્યા હતા. રિધમ સાંગવાન પણ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી, પરંતુ તેણે નિરાશ કર્યું. રિધમ 573 પોઈન્ટ સાથે 15મા સ્થાને છે.
ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ 2024માં તેની બીજી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન દરમિયાન તેની પિસ્તોલ બગડવાને કારણે તે મેડલથી વંચિત રહી ગયો હતો. તે મિશ્ર ટીમ 10 મીટર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ ચૂકી ગઈ હતી.
“I read Bhagavad Gita a lot. It has helped me. You focus on your KARMA, not on the outcome.”
Well done #ManuBhakar 🇮🇳 pic.twitter.com/EdUCq5Se9X
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) July 28, 2024
શૂટિંગમાં મેડલ વિજેતા ભારતીયો
1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સિલ્વર મેડલ: એથેન્સ (2004)
2. અભિનવ બિન્દ્રા
ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)
3. ગગન નારંગ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
4. વિજય કુમાર
સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
આ પણ વાંચો:બલરાજ પંવાર મેન્સ સિંગલ્સ સ્કલ્સ હીટમાં ચોથા સ્થાને રહ્યો
આ પણ વાંચો:બે વખતની મેડલ વિજેતા સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર કર્યું ડેબ્યૂ, માત્ર 27 મિનિટમાં મેચ જીતી
આ પણ વાંચો:કોણ છે બિહારની શૂટર MLA? રાજકારણની સાથે ખેલકૂદમાં પણ સક્રિય.. મેડલ જીતવા સાધશે નિશાન