Mahisagar News: વર્ષોથી લુણાવાડા નગરપાલિકા કોંગ્રેસની હતી જે બીજેપીમાં ફેરવવાની મહત્વની ભૂમિકા જીજ્ઞેશ પંડ્યાએ ભજવી હતી ત્યારે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા જેતે સમયે ભાજપના જ કોર્પોરેટરને અને હાલ પૂર્વ કોર્પોરેટરને પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર જીજ્ઞેશકુમાર મોતીલાલ પંડ્યા તેમના મિત્ર ને જીગર પંડ્યા વિરુદ્ધ ફરિયાદ આપવાની હોવાથી લુણાવાડા પોલીસ મથકે સાથે ગયા હતા. તે દરમ્યાન પોલીસ અને અન્ય મિત્રોની હાજરીમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડ્યા આવી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા પોલીસ મથકે કોર્પોરેટર જીજ્ઞેશ પંડ્યા સાથે મારામારી કરતા જીગર પંડ્યા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ટ્રાયલ પર ચાલતા પંચો અને સાક્ષીઓને તપાસતા અને સરકારી વકીલ યોગેશ ગોસાઈ દ્વારા ધારદાર દલીલો કરતા હાલ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડ્યાને કોર્ટ દ્વારા 1 મહિનાની સજા તેમજ 1 હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો 10 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આવા લોકો ભાજપ પક્ષ ના પડખે રહી ગુનાહિત પ્રવુત્તિઓ કરી રહયા છે ત્યારે આવા લોકો ને જિલ્લા ભાજપ કેમ સાચવી રહયું છે ? ત્યારે હાલ જિલ્લા પ્રમુખના ખાસ કહેવાતા જીગર પંડ્યાનું ભાજપ રાજીનામુ લે છે કે કેમ એ જોવાનું રહ્યું.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી
