Gujarat Weather News: આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છુટા-છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં સારો વરસાદ પડશે તેમ હાલ જણાઈ રહ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 597.82 મિમી એટલે કે 68 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં અત્યાર સુધી 58.07 મિમી વરસાદ નોંધાયો છે. જુલાઈમાં 424.75મિમી અને જૂનમાં 115 મિમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા (149.74 ટકા), પોરબંદર ( 123.87 ટકા) અને જૂનાગઢ (123.99 ટકા), આ ત્રણ જિલ્લામાં એવરેજથી વધુ મેઘમહેર થઈ છે. જેની સામે 11 જિલ્લા એવા છે જ્યાં 50 ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગર (47.27 ટકા), અમદાવાદ (46.50 ટકા), પાટણ (48.4 ટકા) જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
| પ્રદેશ | એવરેજ | છેલ્લા 24 | સીઝનનો | સરેરાશની |
| વરસાદ | કલાકમાં | સરેરાશ | ટકાવારી | |
| કચ્છ | 485 | 0 | 419.9 | 86.6 |
| ઉત્તર ગુજરાત | 730 | 3.39 | 367.45 | 50.34 |
| પૂર્વ ગુજરાત | 811 | 4.7 | 391.58 | 48.29 |
| સૌરાષ્ટ્ર | 738 | 2.66 | 574.34 | 77.84 |
| દક્ષિણ ગુજરાત | 1492 | 50.5 | 1219.72 | 81.75 |
| કુલ | 883 | 11.99 | 597.82 | 67.7 |
| (સ્રોત : જીએસડીએમએ, વરસાદના આંકડા મિલી મીટરમાં,
5 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના) |
હજુ પાંચ દિવસ રાજ્યના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ ભાગ પર લો પ્રેશર સક્રિય થતાં ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.
| રાજ્યનાં મુખ્ય 10 જળાશયોની સ્થિતિ | |||
| જળાશય | ક્ષમતા | હાલની જળરાશિ | ટકાવારી |
| સરદાર સરોવર | 9460 | 5802.09 | 61.33 |
| ઉકાઈ | 7414.29 | 5345.65 | 72.1 |
| કરજણ | 538.75 | 345.43 | 64.12 |
| પાનમ | 578.19 | 330.42 | 57.15 |
| દમણગંગા | 524.86 | 246.83 | 47.03 |
| ધરોઈ | 813.14 | 316.75 | 38.95 |
| શૈત્રુંજી | 415.44 | 160.19 | 38.56 |
| કડાણા | 1249.3 | 452.82 | 36.25 |
| મચ્છુ 1-2 | 156.8 | 46.62 | 29.7 |
| વાત્રક | 158.2 | 41.18 | 26.03 |
| દાંતીવાડા | 393.62 | 81.48 | 20.7 |
| (આંકડા મિલિયન ક્યૂબિક મીટરમાં, 5 ઓગસ્ટ સુધીના,
સ્રોત: નર્મદા, જળ સંપત્તિ, પા. પુ. કલ્પસર વિભાગ) |
આ પણ વાંચો:રાજકોટ મનપાના પૂર્વ ઈજનેરના ઘરે તપાસ
આ પણ વાંચો:માણેકબાગથી ધરણીધર તરફના રસ્તા પર ખાડો વાહનોને પટકી રહ્યો છે
આ પણ વાંચો:વલસાડમાં મધુબન ડેમમાં પાણીની મબલખ આવક, વહીવટી તંત્ર એલર્ટ
