Rajkot News : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ટીપીઓ મનસુખ સાગઠિયાની તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યાં રાજકોટના અન્ય એક પૂર્વ ઈજનેરના ઘરે તપાસ શરૂ થઈ ગઈ છે. આવાસ યોજના કૌભાંડમાં આ પૂર્વ ઈજનેરનું નામ સામેલ હોવાથી આ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાના પૂર્વ એન્જિનીયર અલ્પા મિત્રાના ઘરે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાંતેમના ઘરમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે. વિજીલન્સની ટીમ દ્વારા પૂર્વ સિટી એન્જિનીયર અલ્પા મિત્રાના ઘરે તપાસ કરવામાં આવી હતી. તેમના ઘરેથી મળી આવેલા દસ્તાવેજોની વિજીલન્સ ટીમ દ્વારા નોંધણી કરવામાં આવી રહી છે. આવાસ યોજાનાના કૌભાંડમાં અલ્પા મિત્રાનું નામ સામેલ હોવાથી આ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમના ઘરમાંથી મળેલા દલ્સાવેજોની હાલમાંઅધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
પૂર્વ ચીફ સીટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરેથી કોર્પોરેશનની ફાઈલો મળી આવવાના મામલામાં નવો જ ફણગો ફૂટ્યો છે. મિડીયાએ પુછેલા પ્રશ્નના જવાબમાં મિત્રાએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ મારા ઘરે આવીને કોર્પોરેશનની ફાઈલ મૂકી ગયા હતા. તે સમયેમારા ઘરે માત્ર મારા સાસુ હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઈલો મૂકી ગયા હતા
પોટકામાં કયા વિભાગોની ફાઈલ છે તેની પણ મને ખબર નહોતી. હું તેમજ બાંધકામ શાખાના મેનેજર ભૂમિ પરમાર સાથે જ મારા ઘરે પહોંચ્યા હતા. ડેપ્યુટી ઇજનેરનો ત્રણ-ચાર દિવસથી ફોન હતો કે પંપીંગ સ્ટેશન બાબતના કાગળો સર્ટિફાઇડ કરી આપો. પરંતુ મેં ડેપ્યુટી ઇજનેરને કહ્યું હતું કે હવે હું કોર્પોરેશનમાં નથી તમે કમિશનરને કહો. તે સિવાય અલ્પના મિત્રાના નિવાસ્થાને ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના પતિની હોસ્પિટલ પણ આવેલી છે
જ્યારે હોસ્પિટલના પ્રથમ માળે અલ્પના મિત્રાનું ઘર આવ્યું છે. ત્યારે અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઈલ કઈ રીતે અલ્પના મિત્રાના ઘરે મૂકી જાય તે સૌથી મોટો સવાલ છે.
આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય