Navsari News/ નવસારીની કંપનીમાં કેમિકલ ગળતરથી ગામના લોકોને આંખોમાં બળતરા અને ઉલટીની સમસ્યા

નવસારીમાં કંપનીના કેમિકલ ગળતરથી લોકો મુશ્કેલીમાં મૂકાયા. નવસારીના જલાલપોરના આરક સીસોદ્રા ગામમાં એક કંપનીમાં કેમિકલ ગળતરની દુર્ઘટના બનવા પામી.

Top Stories Gujarat Others

Navsari News: નવસારીમાં કંપનીના કેમિકલ ગળતરથી લોકો મુશ્કેલીમાં મૂકાયા. નવસારીના જલાલપોરના આરક સીસોદ્રા ગામમાં એક કંપનીમાં કેમિકલ ગળતરની દુર્ઘટના બનવા પામી. ગામમાં મોડી રાત્રે ફેકટરીમાં કેમિકલ ગળતર થતા અનેક લોકોને આંખોમાં બળતરા થવા લાગી તો કેટલાક લોકોને ઉલ્ટીની સમસ્યા પણ થઈ. ગામના 10 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી તો 2 લોકોની હાલત વધુ બગડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફેકટરીના ગેસ ગળતરની લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતા મોડી રાત્રે ગ્રામજનોના ટોળા ફેકટરી પર પહોંચ્યા.

ફેકટરીમાંથી નિકાળવામાં આવતા નિકાલને લઈને અનેક વખત સમસ્યાઓ થતી હોય છે. લોકોએ આ મામલે સંબંધિત કંપની અને સરકારને પણ આ મામલાનો નિકાલ લાવવા માંગણીઓ કરી છે. ગેસ ગળતરની સમસ્યા કેટલાક કિસ્સામાં વધુ ગંભીર બનતી હોય છે. 4 વર્ષ પહેલા અમદાવાદમાં થયેલ ગેસ ગળતરની સમસ્યાને લઈને બે કારીગરોના મોત થયા હતા. અમદાવાદ શહેરના GIDC વિસ્તારમાં આવેલી શક્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી.  આ ઘટનામાં ગેસ ગળતર વખતે એક કારીગરને બચાવવા જતાં અન્ય બે કારીગર નીચે ઉતર્યા હતા અને તેમને પણ અસર થઇ હતી. જેમાં બે કારીગરના સ્થળ પર જ મૃત્યુ થયાં હતા. વટવા GIDC પોલીસે સુપરવાઈઝર અને બે માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીમાં પણ ગેસ ગળતરની સમસ્યા મામલે ગામલોકોની ફરિયાદ બાદ જલાલપોરના આરક સીસોદ્રા ગામમાં આવેલ કંપની સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે