ભીલવાડાઃ પ્રાકૃતિક વાતાવરણમાં સેલ્ફી લેવાનો અને રીલ બનાવવાની કિંમત ઘણી મોંઘી પડી જતી હોય છે. મિત્રો સાથે પિકનિક બનાવવા આવેલા યુવક સેલ્ફી લેવા અને રીલ બનાવવા પાણીના ભારે પ્રવાહ વચ્ચે ઝરણામાં ઉતર્યો હતો અને પગ લપસતા ધોધમાંથી 150 ફૂટ નીચે પડતા મોત થયું હતું.
યુવક મિત્રો સાથે પિકનિક મનાવવા માટે આવ્યો હતો. પાણીના પ્રવાહમાં તેનો પગ લપસી ગયો. જીવ બચાવવા યુવકે સેફ્ટી સાંકળ પણ પકડી લીધી હતી. મિત્રોએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાણીનું વહેણ તેજ હોવાના કારણે હાથમાંથી સાંકળ છૂટી જતાં તે ધોધની સાથે નીચે પડી ગયો હતો. ભીલવાડાના બિજોલિયામાં મેનાલ ઝરણા ખાતે સોમવારે બપોરે 12 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભવાની નગર, ભીલવાડાના રહેવાસી કન્હૈયાલાલ બૈરવા (26) તેના 17 વર્ષીય મિત્ર અક્ષિત ધોબી સાથે પિકનિક મનાવવા માટે સોમવારે સવારે બાઇક પર મેનાલ પહોંચ્યા હતા. બંને મિત્રો શિલા પર સ્નાન કરી રહ્યા હતા. કન્હૈયાલાલ સેલ્ફી લેવા અને રીલ બનાવવા માટે પાણીના ભારે પ્રવાહની વચ્ચે ગયો હતો. જ્યાં તેનો પગ લપસી ગયો હતો. વહેતા પાણીમાં તેણે સેફ્ટી સાંકળ પકડી લીધી હતી. મિત્ર અક્ષિત અને સ્થાનિક તરવૈયાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઝરણામાં પાણીના ભારે વહેણના કારણે યુવકે પોતાને બચાવવા માટે લગભગ પાંચ મિનિટ સુધી લડતો રહ્યો હતો અને અંતે તેના હાથમાંથી સાંકળ છૂટી ગઈ હતી. લગભગ 100 મીટર તણાઈ ગયા બાદ તે ધોધથી 150 ફૂટ નીચે પડ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે
