Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકનો આજે 13મા દિવસમાં નીરજ ચોપરા અને હોકિ ટીમ પર સૌની નજર રહેશે. નીરજ ચોપરાની મેચ ભારતીય સમય અનુસાર 11.50 વાગ્યે શરૂ થશે. ગઈકાલે રેસલરની ફાઈનલ મેચમાં વિનેશ ફોગટ અયોગ્ય ઘોષિત થતા ભારતે ગોલ્ડ મેડલની તક ગુમાવી. જો કે આજે હવે તમામ ભારતીયોની નજર નીરજ ચોપરા પર અને હોકી ટીમ પર છે. પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત માટે આજનો દિવસ મોટો છે. કારણ કે આજે ભારત 3 રમતોમાં 4 મેડલ પર પોતાના નામે કરી શકે છે. 13માં દિવસે ભારત કુસ્તી, ભાલા ફેંક અને હોકીમાં મેડલ જીતે તેવી અપેક્ષા છે. સૌથી મોટી વાત એ છે કે ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા આજે ફાઈનલ રમશે.
પેરિસ ઓલિમ્પિકના 13માં દિવસે ભારત 3 રમતોમાં 4 મેડલ જીતી શકે છે. જોકે આ બધું ખેલાડીઓના પ્રદર્શન પર નિર્ભર રહેશે. આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારત જે ત્રણ રમતોમાં મેડલ જીતવાની અપેક્ષા છે તેમાં કુસ્તી, હોકી અને ભાલા ફેંકનો સમાવેશ થાય છે. તેમાંથી ભારત કુસ્તીમાં 2 મેડલ નિશ્ચિત કરી શકે છે. ઓલિમ્પિકમાં હોકીની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતનો સામનો સ્પેન સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.30 કલાકે રમાશે.આ ઉપરાંત ભારત માટે કુસ્તીની રમતમાં અંશુ મલિક અને અમન સેહરાવત પર મેડલ માટે નજર રહેશે.
વિનેશ ફોગટ ગઈકાલે ફાઈનલ મેચ માટે ડીસક્વોલિફાય કરવામાં આવી હતી. તેના બાદ વિનેશ ફોગટે આજે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. વિનેશ ફોગટને લઈને આખો દિવસ અનેક ચર્ચાઓ ચાલી હતી. લોકોએ કોચની ગંભીર બેદરકારી પણ ગણાવી તો ઓલિમ્પિકના નિયમોમાં બદલાવની પણ માંગ કરી. જણાવી દઈએ કે વિનેશ ફોગટનું વજન માપદંડ કરતાં 100 ગ્રામ વધુ હોવાથી ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાઈ. જો કે ઓલિમ્પિકના આ નિયમને લઈને હાલમાં ભારે વિવાદ સર્જાયો છે. ભારતીય ઉપરાંત અનેક કુસ્તીબાજો તેમજ રમતવીરોએ આ નિયમમાં બદલાવની માંગ કરતાં વિનેશને સિલ્વર મેડલ મળે માટે અપીલ પણ કરી છે. આ મામલામાં પ્રધાનમંત્રી મોદીએ IOA અધ્યક્ષ પીટી ઉષાને જરૂરી નિર્દેશો પણ આપ્યા છે. વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CAS)માં અપીલ દાખલ કરી છે. તેમજ સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગણી કરી હતી. જેના પર આજે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો:‘મમ્મી, કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ’, વિનેશ ફોગટે ટ્વીટ કરી કુસ્તીમાંથી લીધી નિવૃતિ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?
