Mumbai News/ પશ્ચિમ રેલવેના 20 સ્ટેશનો પર ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર મશીનો આપવામાં આવશે

સ્ટેશન પર મુસાફરોને હાર્ટ એટેક આવે તો ઈમરજન્સી સારવાર માટે આ સાધન મદદરૂપ સાબિત થશે

Top Stories Mumbai News India

Mumbai News : પશ્ચિમ રેલવેના 20 સ્ટેશનો પર ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર મશીનો આપવામાં આવી રહ્યા છે. આ પોર્ટેબલ, જીવનરક્ષક ઉપકરણો સ્ટેશનો પર અચાનક કાર્ડિયાક અરેસ્ટથી પીડાતા લોકોની સારવારમાં ઉપયોગી સાબિત થશે.પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન તેના 20 રેલવે સ્ટેશનો પર ઑટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) મશીનો પ્રદાન કરવાની યોજના ધરાવે છે.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટના સહયોગથી આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ અનુસાર, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) એ અચાનક કાર્ડિયાક અરેસ્ટની સારવાર માટે વપરાતું ઉપકરણ છે. સ્ટેશન પર મુસાફરોને હાર્ટ એટેક આવે તો ઈમરજન્સી સારવાર માટે આ સાધન મદદરૂપ સાબિત થશે. AEDને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે.

આ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) મશીનો ચર્ચગેટ, મરીન લાઈન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી, દાદર, બાંદ્રા, જોગેશ્વરી, મલાડ, કાંદિવલી, બોરીવલી, મીરા રોડ, ભાયંદર, વસઈ રોડ, નાલાસોપારા, વિરાર, બોઈસર અને વાપી સ્ટેશન પર ઉપલબ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે

આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત

આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત