Patan News: પાટણમાં નદી કાંઠાનાં ગામડાઓને એલર્ટ કરાયા છે. સરદાર સરોવરની જળ સપાટી વધતાં બનાસ, ખારી નદી કાંઠાના ગામડાઓને ચેતવણી આપી દેવાઈ છે. કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવશે.
આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાટણ, બનાસકાંઠા જીલ્લાની બનાસ અને ખારી બંને બે નદી કાંઠે રહેતા લોકોને અલર્ટ રહેવા જણાવાયું છે. સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા જાહેર જનતા માટે એલર્ટ રહેવા જણાવાયું છે. સરદાર સરોવરની જળ સપાટી વધતા લેવલ જાળવવા નર્મદા કેનાલ મારફત પેટા કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવશે.
પાટણ જિલ્લામાં હારીજ તાલુકામાંથી ખારી અને બનાસ નદી પસાર થાય છે. નદી કાંઠા વિસ્તારના ગ્રામજનો સાવચેત રહે તેવી જાહેરાત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મેઘો ખાબક્યો હતો. ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદે વિરામ લીધા બાદ ફરીથી વરસાદ પડતાં ડેમ ભરાઈ જવાની આશંકા છે. પરિણામે લોકોને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું
આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત
