Gujarat rainforecast/ રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે હળવાથી મધ્યમ વરસાદ

ગુજરાતમાં વાતાવરણ વાદળછાયુ રહેશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાતમાં વાતાવરણ વાદળછાયુ રહેશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જને લીધે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઇ છે .

ઓછા સમયમાં ભારે વરસાદ પડવાની ઘટનાઓ વધી છે. વર્ષ 2023માં 49 વખત અતિભારે વરસાદ વરસ્યો છે. મધ્ય પ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને સિઝનમાં પ્રથમવાર 135.26 મીટરે પહોંચી. ઉપરવાસથી ત્રણ લાખ નવ હજાર 769 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી ગુજરાતના કેટલા ડેમ ભરાયા એ વિશે જાણીએ, રાજ્યના કુલ 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 35, તો કચ્છના છ જળાશયો છલોછલ થયા છે.

દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે. ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.

ચોમાસાની સીઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સીઝનનો 87.34 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 83.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 78.73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં સીઝનનો 53.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 52.67 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…