Vadodara News: નર્મદા નદીનું જળસ્તર વધતા વડોદરાના ડભોઈ ખાતેના ચાંદોદમાં ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાંદોદ ગ્રામ પંચાયતે આ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત નદીકાંઠા પર રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સરદાર સરોવર ડેમમાં નર્મદાના નવ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રહેવાસીઓને સાવચીત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નર્મદા ડેમ ના 9 દરવાજા 2.1 મીટર ખોલી બે લાખ ક્યુસેકથી વધુ પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.
ચાંદોદ ખાતે હજી સુધી જળસપાટીમાં નહીવત વધારો થયો છે. યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ છે. ઉપર વાસમાં ભારે વરસાદના લીધે સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર ધોરણે પાણી છોડવાની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
