World News/ અમેરિકામાં મુસ્લિમો માટે ભારતીય મૂળના બિલ્ડરનો મુસ્લિમો માટેનો પ્રોજેક્ટ વિવાદાસ્પદ બન્યો

અમેરિકામાં ભારતીય મૂળના એક બિલ્ડરનો મુસ્લિમો માટેનો હાઉસિંગ પ્રોજેક્ટ વિવાદનું કારણ બન્યો છે. બિલ્ડરનું નામ ફરાઝ યુસુફ છે અને તે મિનેસોટા સ્ટેટમાં મુસ્લિમો માટે વિશાળ હાઉસિંગ સોસાયટી બનાવવા માંગે છે.

World Breaking News

ન્યૂયોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળના એક બિલ્ડરનો મુસ્લિમો માટેનો હાઉસિંગ પ્રોજેક્ટ વિવાદનું કારણ બન્યો છે. બિલ્ડરનું નામ ફરાઝ યુસુફ છે અને તે મિનેસોટા સ્ટેટમાં મુસ્લિમો માટે વિશાળ હાઉસિંગ સોસાયટી બનાવવા માંગે છે.

આ હાઉસિંગ સોસાયટીમાં 434 મકાનો, દુકાનો, રેસ્ટોરન્ટ્સ, સ્પોર્ટ્સ ફિલ્ડ, પાર્ક અને એક વિશાળ ભવ્ય મસ્જિદ પણ હશે. યુસુફ આ પ્રોજેક્ટમાં આગળ વધવા માગે છે પરંતુ સ્થાનિક લોકોએ તેનો ભારે વિરોધ કર્યો છે. મિનેસોટાના લોકોનું કહેવું છે કે તેમને એવો કોઈ પ્રોજેક્ટ નથી જોઈતો જે ખાસ મુસ્લિમો પર ફોકસ કરીને બનાવવામાં આવે. તેમનું એવું પણ કહેવું છે કે આ પ્રકારનો પ્રોજેક્ટ લોકોમાં રિલિજનના આધારે ભેદભાવ ઉભા કરે છે.

યુએસમાં આ પ્રકારનો આટલો મોટો પ્રોજેક્ટ પહેલી વખત બનશે. ફરાઝ યુસુફ જે ડેવલપર છે તેણે જમીલ અહમદ નામની વ્યક્તિ સાથે ભાગીદારી કરી છે અને તેઓ પોતાને ઈસ્લામિક મોર્ગેજ ફાઈનાન્સ અને રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીના લીડર ગણાવે છે.

ફરાઝ યુસુફના આ પ્રોજેક્ટના કારણે લોકોમાં ડિવિઝન પડી ગયા છે. બિલ્ડર અને તેના ટેકેદારો કહે છે કે તેઓ એક ચોક્કસ જગ્યાએ ભેગા મળીને રહેવા માગતા હોય અને પોતાની કોમ્યુનિટીનું વાતાવરણ ઈચ્છતા હોય તો તેમાં શું ખોટું છે? તેમને આમ કરવાનો અધિકાર છે. પરંતુ આ પ્રોજેક્ટના વિરોધી કહે છે કે અમેરિકામાં આ રીતે ધર્મના આધારે ભાગલા પાડી ન શકાય.

મિનેસોટામાં મુસ્લિમ કોમ્યુનિટીના લોકોની વસતી પણ સારી એવી વધી છે અને આ લોકો મુખ્યત્વે સોમાલિયા, ઈથિયોપિયા, સુદાન જેવા આફ્રિકન દેશોમાંથી આવ્યા છે. યુસુફનો દાવો છે કે અમેરિકામાં પહેલેથી નેબરહૂડ આ રીતે જ બન્યા છે. મોટા ભાગની કોમ્યુનિટી ધાર્મિક આધાર પર જ બની છે. તેથી અમે મુસ્લિમો માટે પ્રોજેક્ટ લાવીએ તો તેમાં કંઈ ખોટું નથી.

આ પ્રોજેક્ટની વાત આવી ત્યારથી જ ડેવલપર અને મિનેપોલિસ સિટીના લોકો વચ્ચે ટક્કર ચાલે છે. યુસુફે પોતાના પ્રોજેક્ટને મદીના લેક્સ નામ આપ્યું છે. તેનું કહેવું છે કે અમેરિકામાં જે હાઉસિંગ લોઝ છે તેનું પાલન કરીને જ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવશે. એક વાત તેમણે સ્પષ્ટ કરી છે કે આ પ્રોજેક્ટ મુસ્લિમ ફ્રેન્ડલી હશે પરંતુ માત્ર મુસ્લિમો માટે નહીં હોય. એટલે કે બીજા ધર્મના લોકો પણ અહીં રહી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સત્તાપલટાનું કારણ ખાડીનો સેન્ટ માર્ટિન ટાપુ, અમેરિકાની દ્વીપ પર નજર શેખ હસીનાનો દાવો

આ પણ વાંચો:આ કેવું બાંગ્લાદેશ છે? હુલ્લડખોરોએ આઝાદીની એ ક્ષણને નષ્ટ કરી દીધી જેના પર પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું ત્યારે તેને ગર્વ હતો

આ પણ વાંચો: ઇરાન હમાસ નેતા ઇસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા ઇઝરાયેલ પર કરી શકે છે મોટો હુમલો