Rajkot News/ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની કોલ્ડવોર ઠંડી પાડવા દિલીપ સંઘાણી મેદાનમાં

સૌરાષ્ટ્રના બે લેઉઆ પટેલ આગેવાનો વચ્ચેનું કોલ્ડ વોર હવે જગજાહેર છે. બંને એકબીજા સામે ટકરાતા જોવા મળ્યા છે. આ કોલ્ડવોરને કોલ્ડ કરાવવા એટલે કે ઠંડી પાડવા માટે ત્રીજા સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણે ઝંપલાવ્યું છે. તેમણે આ ગૂંચ ઉકેલવા માટે પોતે મધ્યસ્થી કરશે તેવી જાહેરાત કરી છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: સૌરાષ્ટ્રના બે લેઉઆ પટેલ આગેવાનો વચ્ચેનું કોલ્ડ વોર હવે જગજાહેર છે. બંને એકબીજા સામે ટકરાતા જોવા મળ્યા છે. આ કોલ્ડવોરને કોલ્ડ કરાવવા એટલે કે ઠંડી પાડવા માટે ત્રીજા સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણે ઝંપલાવ્યું છે. તેમણે આ ગૂંચ ઉકેલવા માટે પોતે મધ્યસ્થી કરશે તેવી જાહેરાત કરી છે.

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું બંને નેતાઓને આ બાબતને લઈને મળીશ. તેમની વચ્ચે સમાધાન કરાવવા મારી રીતે વ્યક્તિગત ધોરણે પ્રયાસ કરીશ. બંને નેતાઓ સમાજના અગ્રણી છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ટોચ પર છે. બધાના મંતવ્યો જુદા-જુદા હોઈ શકે છે, તેને લઈને કોલ્ડવોર ન થવી જોઈએ.

નરેશ પટેલે ઇફકોની ચૂંટણીમાં જ્યારથી સભ્યોને જયેશ રાદડિયા સામે મત આપવા દબાણ કર્યુ ત્યારથી જયેશ રાદડિયા તેમની સામે બરોબરના ગિન્નાયેલા છે. તેઓ આને તેમના રાજકીય તેજોવધ તરીકે જુએ છે. તેમને લાગી રહ્યું છે કે નરેશ પટેલ તેમનું પત્તુ કાપીને તેમના માટેની રાજકીય કારકિર્દી ઊભી કરવા મથે છે. તેથી ઇફકોના સભ્ય તરીકે તેમનું પત્તુ કાપવું તે પ્રથમ પગલું છે, તેથી ચેતી ગયેલા જયેશ રાદડિયાએ ત્યારથી જ હવે નરેશ પટેલ તેમના હરીફ હોવાની વાત માનસિક રીતે સ્વીકારી
લીધી છે.

દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, તેઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે. લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાની વાત પણ તેમણે કરી હતી.  સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે. આ એક પ્રકારનું કોલ્ડવોર બની ગયું છે. જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડવોર વકર્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આંગણવાડીની બહેનો માટે ખુશ ખબર, સુપ્રીમ કોર્ટનો ચુકદો આંગણવાડી વર્કર કર્મચારી ગણાશે

આ પણ વાંચો: પાટડી નગરપાલિકાની આંગણવાડીના ભાડામાં ચાલે છે ભ્રષ્ટાચાર

આ પણ વાંચો: અમદાવાદની 100 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવામાં આવશે