Dahod News: દાહોદ જિલ્લામાં કોલેરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નાની લછેલી ગામે કોલેરાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. આઠ જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં બધા બાળકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યાં છે. જેમાં 8 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં તમામ બાળકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં. એક બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા બાળકીનું મોત નીપજ્યુ હતું. ઝાડા, ઉલ્ટી, તાવ વગેરે જેવી બિમારીઓના કેસ વધી રહ્યા છે. દાહોદ જિલ્લાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
દાહોદના નાની લછેલી ગામે કોલેરાના શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યાં છે. જેમાં ગઈ કાલે 8 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં બાળકોને તાત્કાલિક ધોરણે નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં. એક બાળકીની હાલત ગંભીર બનવા પરિવારજનો દ્વારા બાળકીને દવાખાને લઈ જવામાં આવે તે પહેલા બાળકીનું રસ્તામાં મોત નીપજ્યું હતું.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગને થતાં દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નાની લછેલીની સાથે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની હિસ્ટ્રી સહિતનો સર્વે શરૂ
કર્યો છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જરૂરી દવા, સારવાર આપવાની કામગીરી પણ આરંભી દીધી છે. આરોગ્ય વિભાગની ટીમેં સેમ્પલ લઈ પરિક્ષણ માટે મોકલ્યા નાની લછેલી ગુંદી ફળિયામાં એક ઘરના આઠ બાળકોએ બજારના ફાફડા અને કચોરી ખાધા બાદ બોરનું પાણી પીધું હતું. જે બાદ તેમને ઝાડા ઉલટી થતા કોલેરા શંકાસ્પદ લાગતા તમામના સેમ્પલ કલેક્ટ કરીને પરીક્ષણ અર્થે મોકલ્યા છે. જોકે બોરના પાણીનાં લીધે ઝાડા ઉલટી થયા હશે તેવું અનુમાન લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આઠ જિલ્લામાં કોલેરા ફેલાયો, આરોગ્ય તંત્ર ખડેપગે
આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ
આ પણ વાંચો: ઉપલેટામાં એક-બે કે ત્રણ નહીં પણ કોલેરાથી આટલા બાળકોના થયા મોત…
