Rajkot News/ અમદાવાદ-રાજકોટ હાઇવે પર પ્રાણઘાતક અકસ્માત, ચાર યુવાનોના મોત

અમદાવાદ-રાજકોટ હાઇવે રક્તરંજિત બન્યો છે. વહેલી સવારે સ્વિફ્ટ કાર અને બોલેરો વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડીવાઇડર ઠેકી સામેથી આવતી બોલેરોને હડફેટે લેતા પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો.

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News: અમદાવાદ-રાજકોટ હાઇવે રક્તરંજિત બન્યો છે. વહેલી સવારે સ્વિફ્ટ કાર અને બોલેરો વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડીવાઇડર ઠેકી સામેથી આવતી બોલેરોને હડફેટે લેતા પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરાજીના બે અને ગોંડલના બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા.

આ અકસ્માતના પગલે 4 જેટલી એમ્બ્યુલન્સ અને LCB સહિત શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો  અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

સ્વિફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે સ્વિફ્ટ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢિયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરોનને અથડાતા બોલેરો અને સ્વિફ્ટ કાર પલટી જવા પામી હતી.

સ્વિફ્ટ કારચાલકની સ્પીડ વધારે હોવાથી સ્વિફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કારે પલટી મારી હતી. તેના પછી સ્વિફ્ટ કારે આશરે 20 ફૂટ જેટલી પલટી (ગોથાં) મારી હતી. જેથી સ્વિફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું હતું.

સમગ્ર અકસ્માતના કારણે હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ભયંકર અકસ્માતના કારણે બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત બહોળું મિત્રમંડળ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યું છે. સ્વિફટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. હાલ તેમનાં પરિવારજનોની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

સ્વિફટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. મૃતક યુવાનનાં પરિવારજનોનો પોલીસે સંપર્ક કર્યો હતો. જેમાં ધોરાજીના અકસ્માતમાં મોત થનાર યુવાન વીરેન દેશુરભાઈ કરમટાનો આજે જન્મ દિવસ છે. જન્મ દિવસના દિવસે જ મોતને ભેટ્યો છે જ્યારે તેમની સાથે સિદ્ધાર્થ કિશોરભાઈ કાચાનું મોત નીપજ્યું છે. હાલ વીરેનનાં માતા-પિતા ગોંડલની સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ગોધરામાં ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત