@પ્રવિણ દરજી
સિધ્ધપુર માર્કેટયાર્ડ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બુધવારે સિધ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સિધ્ધપુર તાલુકા અને શહેર ભાજપ તથા યુવા મોરચા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર બે કલાકમાં 22 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિદ્ધપુર માર્કેટયાર્ડના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સેક્રેટરી જસુભાઈ પટેલ, ડિરેક્ટર શંભુભાઈ દેસાઈ જશુભાઈ પટેલ અશોકભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ પ્રજાપતિ, વિજય સિંહ રાજપુત એડવોકેટ તેમજ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ મિહિરભાઈ પાદ્યા તથા તેમની ટીમ તેમ જ શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા તથા તેમની ટીમ ઉપરાંત સિધ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સોનલબેન નિરંજનભાઇ ઠાકર, અંકુરભાઈ મારફતીયા તથા ભાવેશભાઈ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે
