Surat News: સુરત (Surat) માં વધુ એક નકલી વસ્તુઓ (Duplicate Product) બનાવતી ફેકટરી (Factory) ઝડપાઈ. આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ વસ્તુઓનું નકલી બનાવટ કરી વેચાણ કરાતું હતું. પોલીસને આ ફેકટરીની બાતમી મળતા છાપો મારી મોટાભાગનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ફેકટરીમાંથી નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરીયલ પણ જપ્ત કર્યું.

શહેરમાં સરથાણા (Sarthana) વિસ્તારમાં નકલી વસ્તુઓ બનાવતી ફેકટરીમાં પોલીસે દરોડા પાડી મોટાભાગનો જથ્થો જપ્ત કર્યો. આશ્ચર્યની વાત એ છે કે આ નકલી ફકેટરી પોલીસ સ્ટેશનની થોડા જ અંતર પર હતી. સરથાણાના પોલીસ સ્ટેશનની થોડા અંતર દૂર પરની ફેકટરીમાં બ્રાન્ડેડ સાબુ તેમજ બાથરૂમમાં ઉપયોગ થતું બ્રાન્ડેડ કલીનર હારપિક સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હતી. પોલીસને બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી જથ્થાનું વેચાણ કરનાર ફેકટરી હોવાની બાતમી મળતા નકલી કંપની પર છાપો મરાયો. આ દરોડામાં પોલીસે નકલી જથ્થા સાથે પ્રોડ્કટ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો-મટિરિયલને પણ જપ્ત કર્યું.

સરથાણાના પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આવેલ આ ફેકટરી મંજૂરી વગર ચાલતી હતી. આ ફેકટરીમાં બ્રાન્ડેડ સાબુઓ તેમજ ડેટોલ, હારપિક, લાઈઝોલ જેવા બ્રાન્ડેડ પ્રોડક્ટ સહિતની ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. પોલીસે ફેકટરીમાં દરોડા પાડતા તે સમયે હારપિકના પાંચ લીટરના 165 કેન, લાઈઝોલના પાંચ લીટરના 100 કેન, ડેટોલ લીકવીડના પાંચ લીટરના154 કેન અને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો સહિતનો જથ્થો જપ્ત કર્યો. પોલીસને દરોડામાં મળેલ આ જથ્થાની કિમંત અંદાજે કુલ 4.39 લાખની કિમંતનો હોવાનું અનુમાન છે. ડુપ્લિકેટ જથ્થા સાથે દરોડા સમયે હાજર લોકોની પણ પોલીસે અટકાયત કરી. આ તમામની પૂછપરછ કરાશે. નોંધનીય છે કે આજકાલ તમામ વસ્તુઓમાં ડુપ્લીકેશન વધ્યું છે. ફેકટરીના સામાન જોઈ તમે વિશ્વાસ ના કરી શકો કે આ નકલી હશે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ,દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું
આ પણ વાંચો: સુરતમાં વિદેશમાં રહી પગાર લેતા બે શિક્ષકો બરતરફ કરાયા
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
