Gandhinagar News/ ચાંદીપુરા અને એન્સિફિલાઇટિસથી 101 બાળકોના મોતનો સ્વીકાર કરતી સરકાર

ગુજરાત વિધાનસભાના ચોમાસાના ત્રણ દિવસના સત્રના પ્રથમ દિવસે ચાંદીપુરા વાઇરસ અને ગેરહાજર રહેતા શિક્ષકોનો મુદ્દો ગૂંજ્યો હતો. ચાંદીપુરા વાઈરસને કારણે 28ના અને ઍન્સિફિલાઇટિસ વાઈરલ સિન્ડ્રોમથી 73 મોત છે. આમ કુલ 101 મોત છે. 164માંથી 101ને બાદ કરતા 63 બાળકોને બચાવી શકયા છીએ.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  ગુજરાત વિધાનસભાના ચોમાસાના ત્રણ દિવસના સત્રના પ્રથમ દિવસે ચાંદીપુરા વાઇરસ અને ગેરહાજર રહેતા શિક્ષકોનો મુદ્દો ગૂંજ્યો હતો. કોંગ્રેસે વિધાનસભા શરૂ થતાં પહેલા વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેની સાથે લોકશાહીની હત્યા બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગૃહમાં કાર્યવાહી દરમિયાન ઉમેશ મકવાણાનો સવાલ કર્યો હતો કે 31 જુલાઈ 2024ની સ્થિતિએ ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી કેટલા બાળકોના મોત થયા છે, વાઈરસ અટકાવવા શું પગલા લીધા? આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે કુલ 164 કેસ છે, ચાંદીપુરા વાઈરસને કારણે 28ના અને ઍન્સિફિલાઇટિસ વાઈરલ સિન્ડ્રોમથી 73 મોત છે. આમ કુલ 101 મોત છે. 164માંથી 101ને બાદ કરતા 63 બાળકોને બચાવી શકયા છીએ. જેમાંથી 59 બાળકોને સારવાર આપી ઘરે મોકલી શક્યા છે જ્યારે 4 હજુ સારવાર લઈ રહ્યા છે.

શૈલેષ પરમારે સવાલ કર્યો હતો કે શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કુલ 176 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે. કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો કે શાળામાં શિક્ષકોની ઘટની બાબત દર વખતે ભરતી કેમ્પમાં ધ્યાન પર આવતી હોય છે. કુલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી. કુલ 134 શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે 176 શિક્ષકોની વાત કરે છે એ 176 નથી પણ કુલ 134 શિક્ષકો છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા 130 શિક્ષકો પૈકી 10ને બરતરફ કર્યા છે જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ગેરહાજર નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરા વાયરસનો કેસ નથી નોંધાયો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા તાવનું જોખમ વધ્યું, જાણો આ બિમારીના લક્ષણો વિશે

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત