Surat News/ સુરતમાં 46 બાળકોને LC આપી દેવાતા વાલીઓમાં રોષ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો Teachers ગેરહાજર રહે તો કોઈ પગલા નહીં પરંતુ જો બાળકો ગેરહાજર રહે તો તેમના ઉપર….

Top Stories Gujarat Surat

Surat News: સુરત શહેરમાં સરકારી શાળાની Government School બેદરકારી સામે આવી છે. સરકારી શાળામાંથી 46 બાળકોને કાઢી મૂકાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની બેદરકારી Irregularity સામે આવતા વાલીઓએ રોષ ઠાલવ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો Teachers ગેરહાજર રહે તો કોઈ પગલા નહીં પરંતુ જો બાળકો ગેરહાજર રહે તો તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે તેમ વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 318 નંબર શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 46 બાળકોને લિવિંગ સર્ટિફિકેટ Leaving Certificate પકડાવી દીધા છે. જેમાં અનેક નાના-નાના કારણો આપીને 46 જેટલા વિદ્યાર્થીઓને LC આપી દેવામાં આવ્યા છે.

ખાનગી શિક્ષણનું Private Education એકબાજુ પ્રમાણ વધતુ જાય છે. બીજી બાજુ સરકારી શાળાઓમાં તાળા મારવાની ઘટનાઓ પણ વધતી જઈ રહી છે. ત્યારે અચાનક 46 જેટલા વિદ્યાર્થીઓને નાના નાના કારણોસર એલ.સી. આપી દેવાતા સરકારી શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલનપોર કેનાલ રોડ માહિતી મુજબ સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં 46 જેટલા વિદ્યાથીઓને કાઢી મૂકવામાં આવ્યા છે.

આ મામલે વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પાછા શાળામાં એડમિશન Admission આપવામાં આવે તેવી રજૂઆતો કરાઈ છે, તેમ છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. તો બીજી બાજુ શાળાના શિક્ષકનું કહેવું છે કે બાળકો ગેરહાજર રહેતા હોવાથી અમે વાલીઓનો સંપર્ક કર્યો હતો. તો વાલીઓએ શિક્ષકોના ફોન જ બ્લોક કરી દીધા હતા. તેમનું કહેવું છે કે વાલીઓએ અરજી કરી તેથી અમે લિવિંગ સર્ટિ. આપ્યા છે. જેમાંથી એકનું મોત થયું છે. અન્ય બે બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે. બાકીના બાળકોના સ્થળાંતરના કારણે લિવિંગ સર્ટિફિકેટ આપ્યા છે.

એવું પણ જાણવા મળ્યું છે કે પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે ત્યારે એકાએક શાળાના 46 વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવાતા વાલીઓમાં રોષ ભભૂક્યો છે. વિદ્યાર્થાીઓનું ભવિષ્ય હાલ અંધકારમાં હોય તેમ જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો:સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના