Surat News: સુરતમાં દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનારા પતિપત્નીએ આત્મહત્યા સનસનાટી મચી ગઈ છે. ડિંડોલી વિસ્તારમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં આંચકો લાગ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિ-પત્નીએ છેલ્લા એક વર્ષથી પ્રેમ લગ્ન કર્યા બાદ આપઘાત કરી લેતા ચર્ચાનો દોર શરૂ થયો હતો. જોકે, આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિગતો પર નજર કરીએ તો રોજીરોટીની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરતમાં આવીને સ્થાયી થયા છે. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારના દીપક નગરમાં પ્લોટ નંબર 41માં ભાડુઆત તરીકે રહેતા પરિપત પ્રકાશચંદ્ર યાદવ તેની પત્ની કાજલ યાદવ સાથે રહેતો હતો.
એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન બાદ તેઓ સુરત આવી ગયા હતા અને સુરતમાં રહેવા લાગ્યા હતા અને પતિ-પત્ની સાડીના દોરા કાપવાનું છૂટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે બપોરે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે પતિ-પત્નીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. લવ મેરેજ બાદ સુરતમાં રહેતા આ પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી નાની નાની બાબતોમાં ઝઘડો ચાલતો હતો અને આર્થિક સંકડામણ પણ ચાલી રહી હતી.
પરિવાર સાથે ઓછા સંપર્કને કારણે આ પતિ-પત્ની આર્થિક તંગીનો સામનો પણ કરી રહ્યા હતા. આ મામલે ડિંડોલી પોલીસે આ પતિ-પત્નીના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો છે અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરત કારોબારમાં નિષ્ફળતાના પગલે યુવકની આત્મહત્યા
આ પણ વાંચો: કચ્છમાં યુવકની પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા
આ પણ વાંચો: વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ, મોપેડ ઓવરટેક કરવા બાબતે થયો ઝગડો
