Dev Bhoomi Dwarka News : જન્માષ્ટમીના તહેવારનું અનોખુ મહત્વ છે. તેમાં પણ દ્વારકામાં જન્માષ્ટમીનું મહત્વ વધી જાય છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે માનવ મહેરામણ ઉમટતો હોય છે. દુર દુરથી લોકો દ્વારીકાધીશના દર્શને આવતા હોય છે. જેને પગલે તેમની સલામતી વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. કાયદો અને વ્યવસ્છથાની સ્થિતી કથળે નહી તથા શાંતિપૂર્ણ રીતે જન્માષ્ટમી ઉજવાય તે માટે પોલીસે પણ ખાસ વ્યવસ્થા કરી છે.
કોઈ અંધાધૂંધી ન સર્જાય તે માટે દ્વારકા પોલીસે ખાસ બંદોબસ્તની વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભક્તોની સુરક્ષા માટે એક એસપી, 8 ડીવાયએસપી, 90 પીઆઈ સહિત 1800 પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે સિવાય એસઓજી અને એલસીબીની ટીમો પેટ્રોલિંગ કરશે. ઉપરાંચ ડ્રોનની મદદથી ભીડ પર બાજ નજર રાખવામાં આવશે. તે સિવાય સીસીટીવીની મદદથી ચોર ટોળકી પર પોલીસની બાજ નજર રહેશે.
આ પણ વાંચો: રાષ્ટ્રભાવના જગાડવા બેટ દ્વારકામાં ધ્વજ વંદન અને તિરંગા યાત્રાનું આયોજન
આ પણ વાંચો:દ્વારકા માટે આ વખતની જન્માષ્ટમી અને સુરક્ષા બંદોબસ્ત બંને અભૂતપૂર્વ
આ પણ વાંચો: દ્વારકામાં વાયુસેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોના ભારે જહેમત બાદ બચાવ્યો જીવ, જુઓ વીડિયો
