Ahmedabad News: અમદાવાદ શહેરમાં સોમવારે પડેલા ભારે વરસાદ અને મંગળવાર અને બુધવારે પડનારા ભારે વરસાદના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને અમદાવાદ ગ્રામ્યની બધી સ્કૂલોમાં મંગળવારના 27મી ઓગસ્ટના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ શાળાઓને આ સૂચના આપી છે. આ ઉપરાંત જો બુધવારે પણ વરસાદ જારી રહે તો બુધવારે પણ સ્કૂલોમાં રજા અપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે મંગળવારે માટે સમગ્ર રાજ્યની બધી જ પ્રાથમિક શાળાઓમાં મંગળવારના રોજ રજા જાહેર કરી દીધી છે.
આ ઉપરાંત વધુ વરસાદને કારણે આવતીકાલે 27મી ઓગસ્ટના રોજ ગાંધીનગર જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આવતીકાલે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરનું સંકટ ઉભું થયું છે. વડોદરા શહેરમાં સવારથી અત્યારસુધી 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ડેસરમાં 5 ઇંચ, સાવલીમાં સાડા ત્રણ ઇંચ, વાઘોડિયામાં પોણા ત્રણ ઇંચ વરસાદ, ડભોઇમાં 2 ઇંચ, પાદરામાં 5 ઇંચ, કરજણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
