Vadodara News/ વડોદરામાં વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટને વટાવી જતાં કાલા ઘોડા બ્રિજ બંધ કરાયો

વડોદરા શહેરમાં સોમવારે ભારે વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધી ગઈ છે. વડોદરા શહેરમાં સોમવારના રોજ સાડા બાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તેના લીધે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. આના લીધે શહેરના વચ્ચેથી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં કાલા ઘોડા પુલ પર તેની સપાટી 30 ફૂટને પાર થઈ ગઈ છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News:  વડોદરા શહેરમાં સોમવારે ભારે વરસાદ પડતા વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધી ગઈ છે. વડોદરા શહેરમાં સોમવારના રોજ સાડા બાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તેના લીધે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. આના લીધે શહેરના વચ્ચેથી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં કાલા ઘોડા પુલ પર તેની સપાટી 30 ફૂટને પાર થઈ ગઈ છે. તેના લીધે ગઇકાલ સાંજથી જ શહેરના સાત પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વિશ્વામિત્રીનું લેવલ 28 ફૂટથી ઉપર જતાં જ કાલા ઘોડા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે લેવલ 30 ફૂટથી વધી જતાં અન્ય બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. શહેરના મંગલ પાંડે બ્રિજ, મુજમહુડા બ્રિજ, ફતેહગંજ-ઈએમઈ બ્રિજ, અટલાદરા-માંજલપુર બ્રીજ, સમા-હરણી બ્રીજ, વડસર-લેન્ડ હોલ બ્રિજ, નરહરી હોસ્પિટલ-કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. શહેર પોલીસે મુસાફરો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. કાલા ઘોડા બ્રિજ પર પાણીનું સ્તર 30 ફૂટ નીચે ગયા બાદ પુલને ફરીથી ખોલવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા (હડફ)માં સાડા 13 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ગુજરાતના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે. ટંકારા અને મોરવા (હડફ)માં સાડા 13 ઈંચથી વધુ, નડિયાદમાં 12.8 ઈંચ, બોરસદમાં 12.5 ઈંચ, વડોદરામાં 12.5 ઈંચ, આણંદમાં 12.3 ઈંચ, પાદરામાં 12.3 ઈંચ, ખંભાતમાં 12.1 ઈંચ, ગોધરામાં 12 ઈંચ, તારાપુરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી રાજ્યના રોડ-રસ્તા બંધ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 608 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે.અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે. મેઘરજ અને ધોળકા સહિત લીમખેડા હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાહન વ્યવહારને પણ ભારે અસર થઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ