Gandhinagar News: ગુજરાતમાં 27મી ઓગસ્ટ સુધીમાં 100 ટકા વરસાદ પડવાની સાથે રાજ્યમાં સળંગ ચોથા વર્ષે ચોમાસુ સારું ગયું છે. હજી પણ સીઝન બાકી છે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ વરસાદ ગુજરાતમાં આ વર્ષે પડે તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં 2023માં 948.06 મિમી એટલે કે 108.16 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે 2022માં 1037.88 મિમી એટલે કે 122.09 મિમી વરસાદ પડ્યો હતો. જ્યારે 2021માં 827.27 એટલે કે 98.48 ટકા વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં વરસાદના મોરચે પાંચેય ઝોનમાં છેલ્લા ત્રણ દાયકાની સ્થિતિ જોઈએ તો 1994થી 2023 દરમિયાન રાજ્યમાં વરસાદની સરેરાશ 883 મિમી રહી છે. આમ રાજ્યમાં વરસાદની સરેરાશ 88 ટકા છે, જે આ વર્ષનો વરસાદ વટાવી ચૂક્યો છે. આમ આ વર્ષનો વરસાદ પણ છેલ્લા 30 વર્ષના વરસાદની સરેરાશને વટાવી ગયો છે.
તેમા સૌથી મોટી ખાસિયત છે કે છેલ્લા ત્રણ દાયકામાં દક્ષિણ ગુજરાતમાં પડેલા 1492 મિમી એટલે કે 149.2 ટકા વરસાદના લીધે રાજ્યમાં વરસાદની સરેરાશ ઊંચી આવે છે. તેના પછી પૂર્વ-મધ્ય ગુજરાતની વરસાદની સરેરાશ 811 મિમી એટલે કે 81 ટકા આવે છે. જયારે સૌરાષ્ટ્રમાં પડેલા 738 મિમી વરસાદના લીધે તેની સરેરાશ 73 ટકા આવે છે. ઉત્તર ગુજરાતમાં 730 મિમી વરસાદના લીધે તેની સરેરાશ પણ 73 ટકા આવે છે. કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી જ વરસાદ વધ્યો છે, તેથી તેની સરેરાશ ઉચકાઈને 485 મિમી એટલે કે 48 ટકા થઈ છે. અગાઉ સૌથી ઓછી કચ્છની સરેરાશ હતી.
રાજ્યમાં કુલ 190 તાલુકામાં 500 મિ.મી.થી વધુ વરસાદ પડી ચૂક્યો છે. 66 તાલુકામાં 1000 મિમીથી વધુ અને 124 તાલુકમાં 501થી 1000 મિમી વરસાદ પડી ચૂક્યો છે. ફક્ત 59 તાલુકામાં જ 251થી 500 મિમીની વચ્ચે વરસાદ પડ્યો છે. આ સિવાય ફક્ત બે તાલુકામાં 126થી 250 મિમી વરસાદ પડ્યો છે.
રાજ્યમાં કુલ 23,871નું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમા કુલ 1,696 લોકોને બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં બનેલી વરસાદલક્ષી દુર્ઘટનાઓ જોઈએ તો ગાંધીનગરના કલોલ તાલુકામાં બે, આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં એક, બોરસદના સિસ્વા તાલુકામાં એક, પેટલાદ તાલુકાના ગામે ઝાડ પડવાથી એક એમ કુલ ત્રણના મોત થયેલા છે. ખેડા જિલ્લાના મહુદા તાલુકાના અલીણા ગામે દીવાલ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત વડોદરાના સાવલીમાં દીવાલ પડવાથી એકનું મોત થયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 251 તાલુકા મેઘમયઃ પંચમહાલના મોરવા હડફમાં 13 ઇંચથી વધુ વરસાદ
આ પણ વાંચો: પાટણના સિધ્ધપુરમાં સવારથી ધોધમાર વરસાદ , ઘરોમાં ઘૂસ્યા પાણી
આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી
આ પણ વાંચો: ગુજરાત માટે 48 કલાક ભારે, તંત્રમાં હરકતમાં, મુખ્ય સચિવે બેઠક યોજી
