Hurun Rich List: ભારતના 334 અબજપતિઓની અમીર યાદી (Richest List) જાહેર કરવામાં આવી છે, જેમાં ગૌતમ અદાણી (Gautam Adani) ટોચ (Top) પર પહોંચી ગયા છે. આ પછી મુકેશ અંબાણી (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. એટલે કે હુરુન રિચ લિસ્ટમાં ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ પછી મુકેશ અંબાણી અને શિવ નાદર છે. હુરુન રિચ લિસ્ટ 2024માં પ્રથમ વખત 300થી વધુ ભારતીય અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 13 વર્ષ પહેલા જાહેર કરાયેલી યાદી કરતાં 6 ગણું વધુ છે.
![]()
હુરુન રિચ લિસ્ટ (Hurun Rich List) 2024માં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હવે આ યાદીમાં 1,500થી વધુ વ્યક્તિઓ પાસે ₹1,000 કરોડ કે તેથી વધુની કુલ સંપત્તિ છે. આ સાત વર્ષ પહેલાની સરખામણીમાં 150% નો વધારો દર્શાવે છે. હુરુન ઈન્ડિયાએ કુલ 1,539 અતિ શ્રીમંત વ્યક્તિઓની ઓળખ કરી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 220 નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
હુરુન રિચ લિસ્ટ (Hurun Rich List)2024માં પહેલીવાર 1500થી વધુ લોકો જોડાયા છે, જે છેલ્લા પાંચ વર્ષમાં 86 ટકાનો વધારો દર્શાવે છે. આ લોકોની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. આ યાદીમાં પહેલીવાર 334 અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની પાસે અબજોની સંપત્તિ છે.

ગૌતમ અદાણીની નેટ વર્થ
ગૌતમ અદાણી (62) અને તેમનો પરિવાર 2024 હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર છે, તેમની કુલ સંપત્તિ રૂ. 11.6 લાખ કરોડ છે. તેમની સંપત્તિમાં 95%નો વધારો થયો છે. આ મજબૂત ઉદયને કારણે તે આ યાદીમાં ટોચ પર આવી ગયો છે. અદાણીની સંપત્તિમાં થયેલા વધારા અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિંડનબર્ગના આરોપો પછી ફોનિક્સની જેમ વધી રહેલા ગૌતમ અદાણી અને તેમના પરિવારે આ વર્ષની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિ 95 ટકા વધીને 11,61,800 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો: શેરબજારમાં ફરી ગૌતમ અદાણીનું શાસન, મુકેશ અંબાણીને હરાવી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ
આ પણ વાંચો: ગૌતમ અદાણીનો ઈઝરાયેલમાં મોટો બિઝનેસ, ઈરાનના હવાઈ હુમલાથી વેરવિખેર થયા આ શેર!
આ પણ વાંચો: ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી આવ્યા એકસાથે,થઇ મોટી ડીલ
