Gujarat News/ રાજ્યભરમાં ભારે વરસાદના કારણે પ્રભાવિત માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરુ

તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ.

Top Stories Gujarat

Gujarat News: તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અધતન ટેકનોલોજી કોલ્ડ મિક્ષ જેટ પેચર મશીનથી રોડ રીપેરીંગની કામગીરી રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનરને આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. રાજ્યમાં તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની હાથ ધરાયેલ કામગીરીની વિગતો : મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વરસાદના વિરામ બાદ યુદ્ધના ધોરણે માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે.

જે અંતર્ગત નુકસાન થયેલા મોરબીના ધુળકોટ, બાળગંગા,કોયલી રોડ, લગધીરપુરથી નેશનલ હાઇવેને જોડતો રોડ, ટંકારા તાલુકાના સાવડીથી નેસડાને જોડતો રોડ, ગાળાથી શાપર, રવાપર(નદી)નો રોડ સહિત મહદ્અંશે તમામ માર્ગો પર મેટલ પાથરી, પેચ વર્ક કરી સહિતની કામગીરી તાત્કલિક હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવ્યો છે. આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્ક સહિતની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં પંચાયત હસ્તકના 68 જેટલા રસ્તાઓ પૈકી ૫૪ જેટલા રસ્તાઓની જરૂરી મરામત કામગીરી ત્વરિત હાથ ધરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 14 જેટલા રસ્તાઓ પણ વહેલીતકે કાર્યાન્વિત થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના ૨૩ જેટલા રસ્તાઓ પૈકી 20 રસ્તાઓના રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી પૂર્ણ કરીને આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી ઝડપી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અધતન ટેકનોલોજી કોલ્ડ મિક્ષ જેટ પેચર મશીનથી રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તો મોટરેબલ કરવા માટે પરાજા/મોરમ મટીરીયલથી ટોપથ્રી સર્કલથી અધેવાડા રોડ, સિંહ સર્કલ પાસે ટાઇમ રેસીડેન્સી વાળો ખાંચો, રૂવાપરીથી ટેકરી ચોક, આડોડિયાવાસ કંસારા, કાંઠા વાલા રોડથી અજય સોસાયટી, ઘોઘા સર્કલ યુનિયન બેન્ક પાસેનો રોડ, DB પાર્ક બાલા હનુમાન વાળા રોડ પર રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ 34 પૈકી 21 રસ્તાઓના મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદના કારણે ગ્રામીણ માર્ગમાં રોડનું ધોવાણ, ખાડા પડવા જેવી ઘટનાઓના કારણે જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ અરવલ્લી દ્વારા 20 રસ્તાઓ પૈકી 10 રસ્તાઓનું રિપેરિંગ, રિસરફેસિંગ કરીને શરૂ કરી દેવામાં આવ્યા છે.

કચ્છમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે રાજ્યના માર્ગ મકાન તેમજ પંચાયત વિભાગ દ્વારા ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં રાજ્યકક્ષાના કુલ 25 રસ્તાઓને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા 17 રસ્તાઓ યુદ્ધના ધોરણે રાત-દિવસ કામગીરી કરીને શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના 8 રસ્તાઓ વોટર ઓવરટોપિંગના લીધે બંધ છે જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરાઈ છે. જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 46 અને સ્ટેટ હસ્તકના ૩ રસ્તાઓ સ્ટ્રક્ચર ડેમેજ અને ઓવર ટોપિંગના લીધે બંધ થયા હતા. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે રોડ રસ્તા રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. પરિણામે સ્ટેટ હસ્તકના તમામ રોડ હાલ ચાલુ છે. પંચાયત હસ્તકના 33 રસ્તાઓ શરૂ થઈ ચૂક્યા છે. જે 13 રસ્તાઓ બંધ છે તેમાંથી મોટા ભાગના રસ્તાઓ ઓવર ટોપિંગના પરિણામે બંધ છે, જે પાણી ઓસર્યા બાદ શરૂ થઈ જશે. આ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત થયેલા ૩૨ ગ્રામ્ય રસ્તાઓમાંથી ૨૯ રસ્તાઓમાં પેચ વર્ક અને કપચી પૂરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અન્ય માર્ગોનું પણ કાર્ય પ્રગતિ હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં વરસાદ બાદ પૂરે સર્જી તારાજી; મોલમાં, ઘરોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, વલસાડ, ડાંગ અને દમણમાં ભારે વરસાદની સંભાવના