Jamnagar News/ જામનગરમાં મચ્છર નગર હાઉસિંગ બોર્ડ ના બ્લોકમાં એક મહિલાના ઘરમાં ઘૂસી આવેલા બે શખ્સો એ કર્યું કારસ્તાન

ફરિયાદી મહિલાના પુત્ર સાથે અગાઉની પૈસાની લેતી ના મનદુઃખના મામલે બંનેએ ઘરમાં આવી હંગામા મચાવ્યો.જામનગરમાં માછર નગર ના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુંસી આવ્યા હતા.

Top Stories Gujarat Breaking News

@સાગર સંઘાણી

Jamnagar News: ફરિયાદી મહિલાના પુત્ર સાથે અગાઉની પૈસાની લેતી ના મનદુઃખના મામલે બંનેએ ઘરમાં આવી હંગામા મચાવ્યો.જામનગરમાં મચ્છર નગરના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુંસી આવ્યા હતા, અને મહિલાના પુત્રની સાથેની પૈસાની જૂની લેતીનું મનદુઃખ રાખીને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો, જેમાં પલંગના ઓશિકા નીચે રાખેલી 1,45000ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ છે. જે મામલે બંને સખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 23, રૂમ નંબર 270માં રહેતી જોસનાબેન રમેશભાઈ પાનસુરીયા નામની 50 વર્ષની પટેલ જ્ઞાતિની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી જઇ પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી નાખવા અંગે તેમ તેની સાથે એક લાખ પિસ્તાલિસ હજારની રોકડ રકમ સળગાવી નાખવા અંગે ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજ સિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા નામના બે સકસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી જોસનાબેન ના પુત્ર કિશન કે જેને આરોપી સાથે પૈસાની લેતી દેતી ના મામલે મનદુ:ખ ચાલતું હતું

જે મનદુઃખ ના કારણે ગઈકાલે બંને શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા, અને તારા પુત્ર પાસે પૈસા લેવાના છે તેમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો, હતો. ત્યારબાદ મહિલા દ્વારા ઘરમાં પડેલા પલંગના ઓશિકા નીચે એક લાખ 45 હજારની રોકડ રકમ હતી, ઉપરાંત ઘરમાં પડેલી ઘરવખરી જે તમામ ઉપર બંને આરોપીઓએ પ્રવાહી છાંટી દીધું હતું, અને દિવાસળી ચાંપી દઈ ભાગી છૂટ્યા હતા. જેથી ઘરમાં આગ લાગી ગઈ હતી અને તમામ રોકડ રકમ અને ઘરવખરી બળીને ખાખ થયા હતા.

પોતે ડરના માર્યા ઘર છોડીને બહાર નીકળી ગયા પછી જોસનાબેને જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. આ બનાવબસદ પીએસઆઇ ઝેડ એમ મલેક ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીય સિધ્ધરાજસિંહ તેમજ યશપાલસિંહ વાળા સામે બી એન એસ કલમ ૩૨૬ (જી)” 351-3 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે. આગના બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં વરસાદ બાદ પૂરે સર્જી તારાજી; મોલમાં, ઘરોમાં ભરાયા પાણી

આ પણ વાંચો:જામનગર આ પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પૂરાય છે પાણી

આ પણ વાંચો: જામનગર ગ્રામ્ય તાલુકામાં ભારે વરસાદના કારણે ફસાયેલા 32 લોકોનું આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન