Gandhinagar News/ રીજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંતર્ગત સુરતમાં ગુજરાત પ્રવાસનનું થીમ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર…

VGRC Surat અંતર્ગત, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 1 થી 5 મે 2026 દરમિયાન વિશેષ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે…

Gujarat Gandhinagar
VGRC, 1 મે, હર્ષવર્ધનસિંહ, ટ્રાઇબલ, Tourism

Gandhinagar News: સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ (Regional Vibrant Gujarat Conference, VGRC Surat) અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 1 થી 5 મે 2026 દરમિયાન વિશેષ થીમ પેવેલિયન (Theme Pavilion)નું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સાંસ્કૃતિક વૈવિધ્ય, કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સંભાવનાઓને રજૂ કરતું આ પેવેલિયન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

VGRC, 1 મે, હર્ષવર્ધનસિંહ, ટ્રાઇબલ, Tourism

VGRC સુરત ખાતે દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ અને સંભાવનાઓ’ સાથે જીવંત હસ્તકલા પ્રદર્શનનો સમન્વય

આ પેવેલિયનમાં દક્ષિણ ગુજરાત (South Gujarat)ના મુખ્ય પ્રવાસન સ્થળો, ટ્રાઈબલ સંસ્કૃતિ, પ્રાકૃતિક સ્થળો તથા વૈવિધ્યપૂર્ણ અનુભવોને આધુનિક પ્રદર્શન માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.

પ્રદર્શનની વિશેષતા તરીકે પરંપરાગત હસ્તકલા કારીગરો દ્વારા જીવંત પ્રદર્શન (Live Demonstrations) યોજાઈ રહ્યા છે, જેમાં સ્થાનિક કળાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ જોડીયા પાવા જેવા પરંપરાગત ગુજરાતી સંગીત વાદ્યો (Gujarati Music Instruments) દ્વારા જીવંત સંગીત પ્રસ્તુતિઓ પેવેલિયનને વિશેષ આકર્ષક બનાવે છે.

માહિતી ડેસ્ક પર પ્રવાસન બ્રોશર, માર્ગદર્શિકાઓ અને ડેસ્ટિનેશન માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

VGRC, 1 મે, હર્ષવર્ધનસિંહ, ટ્રાઇબલ, Tourism

ગુજરાત પ્રવાસન વિભાગ રાજ્યના પ્રવાસન પ્રચાર-પ્રસારને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધ

ગુજરાત પ્રવાસન વિભાગ રાજ્યના પ્રવાસન પ્રચાર-પ્રસારને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધ છે અને ‘Explore & Experience Gujarat’ના સંદેશને વ્યાપક બનાવવા સતત પ્રયત્નશીલ છે.

VGRC, 1 મે, હર્ષવર્ધનસિંહ, ટ્રાઇબલ, Tourism

હર્ષવર્ધનસિંહ સોલંકી, OSD, ગુજરાત પ્રવાસન વિભાગે (Harshvardhansinh Solanki, OSD, Gujarat Tourism Department) જણાવ્યું હતું કે:

“દક્ષિણ ગુજરાતમાં ટ્રાઈબલ ટૂરિઝમ માટે વિશાળ સંભાવનાઓ છે. આ પેવેલિયન દ્વારા અમે પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક પ્રવાસન તકોને એક જ મંચ પર રજૂ કરી રહ્યા છીએ, જે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.”


આ પણ વાંચો: ‘VGRC- દક્ષિણ ગુજરાત’ના ભાગરૂપે 1 થી 5 મે 2026 સુધી ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE) સુરતમાં યોજાશે…

આ પણ વાંચો: મહેસાણામાં ઉત્તર ગુજરાતની ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી…

આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત…