Gujarat News/ રાજ્યભરમાં ગુટકા – તમાકુ ખાનારાઓ માટે ઝટકો, સરકારે આ બાબતે લાગ્યો પ્રતિબંધ

રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે.

Gujarat Others Breaking News

Gujarat News: રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ પ્રતિબંધ આગામી તારીખ સુધી લંબાવવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે તેને વધુ એક વર્ષ માટે 13 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને રેગ્યુલેશન્સ-2011 હેઠળ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોઈપણ ખોરાકમાં તમાકુ અથવા નિકોટિન ઉમેરવા પર પ્રતિબંધ છે. ગુટખામાં તમાકુ કે નિકોટીન હોવાના કારણે માનવ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. તેથી નાગરિકો અને ભાવિ પેઢીના આરોગ્યની જાળવણી માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોવાનું નક્કી કરાયું છે.

આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોપાલ ઈટાલિયા હવે જોવા મળશે નવા અંદાજમાં,ગુજરાત હાઈકોર્ટ પહોંચી કર્યું આ કામ

આ પણ વાંચો:ગોપાલ ઈટાલિયા દિલ્હીથી સીધા ખોડલધામ પહોંચ્યા, કહ્યું- પાટીદાર સમાજ સાથે અન્યાય થાય છે

આ પણ વાંચો:ગોપાલ ઈટાલિયાની અટકાયત મામલે પોલીસનું નિવેદન, તેમની સામે કોઈ FIR દાખલ કરી નથી