Kutch News: કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી રાહત અને બચાવની કામગીરી અંગેની સમીક્ષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી હતી. વરસાદ બંધ થયાના 24 કલાકમાં સરકારના વિવિધ વિભાગોએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને જાહેર સેવાઓ પૂર્વવત કરી. ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને ચૂકવવામાં આવેલી સહાય અંગેની વિગતો મેળવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મેળવી હતી.
પાક નુકસાન અંગે સર્વેની કામગીરીની વિગતો પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મેળવી હતી. તેની સાથે તેમણે જિલ્લા વહીવટીતંત્રને પરિસ્થિતિમાં ક્યાં-ક્યાં શું કરવું તે માટે ઉપયોગી સૂચનો પણ કર્યા હતા.
તેઓએ જણાવ્યું હતું કે પાકનો ઝડપથી સરવે કરવા માટે વૈજ્ઞાનિક ધોરણે ટેકનોલોજીનો ઉપયોગ થશે. તેના લીધે સરવે પણ ઝડપથી થશે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત અસરગ્રસ્તોને પણ દરેક જરૂરી સહાય મળી રહે તેની પણ તેમણે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે અસરગ્રસ્તોને ફૂડ પેકેટથી લઈને તબીબી સહાય બધું જ મળી રહે તેના માટેની પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે એનડીઆરએફ દ્વારા કરવામાં આવેલી રાહત કામગીરીને બીરદાવી હતી. કચ્છમાં પડેલા જબરદસ્ત વરસાદને લઈને તકલીફ ભોગવનારા લોકોને તેમણે સાંત્વના આપી હતી. તેની સાથે તેમને મદદ કરવા સરકાર તેમની પડખે હોવાની હૈયાધારણા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઈપણ રીતે અન્યાય થવા નહી દે. સરકાર દરેકને મદદ કરશે. તે દરેકની મદદમાં હાજર છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. તંત્ર સાબદું છે. લોકોના જાનમાલની રક્ષા માટે હવામાનની આગાહીથી લઈને પાણી ભરાવવા સુધીની બધી જ સમસ્યાને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય વન દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલના શહીદોને શ્રદ્ધાસુમન
આ પણ વાંચો: પીએમ મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ 16-17 સપ્ટે. પહેલી વખત ગુજરાત આવશે
આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ
