Rajkot News/ નવરાત્રિમાં લવજેહાદના કિસ્સા રોકવા, રાજકોટમાં ગરબામાં આધારકાર્ડ-ફોટા પર અપાશે પ્રવેશ પાસ

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી મિલિન્દ પરાંડેએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં લવજેહાદના કિસ્સાને રોકવા માટે રાજકોટ યોજાનારા ગરબામાં આધારકાર્ડ-ફોટા પર પ્રવેશ પાસ આપવામાં આવશે.

Gujarat Rajkot Breaking News

Rajkot News:  વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી મિલિન્દ પરાંડેએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં લવજેહાદના કિસ્સાને રોકવા માટે રાજકોટ યોજાનારા ગરબામાં આધારકાર્ડ-ફોટા પર પ્રવેશ પાસ આપવામાં આવશે.  આગામી દિવસોમાં બીજા શહેરોમાં પણ તેનું અનુસરણ થશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી. તેમણે વિહિપના સષ્ટિપૂર્તિ ને લઈને દેશભરમાં ઉત્સવો ઉજવણી ને લઈને માહિતી આપી હતી. ગણેશ મહોત્સવ એક રાષ્ટ્રીય લોકપ્રિય ઉત્સવ છે. તેમણે સુરતની ઘટના અંગે જણાવ્યું હતું કે આવા કાંકરીચાળો કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

હું કોઈ મોડેલ ની વાત નથી કરવા માંગતો પણ જેહાદી પ્રવૃત્તિઓ સમાજ માટે ખતરો છે. મિલીન્દ પરાંડે  અમે આયોજકો ને આહવાન કરશું કે નવરાત્રી રાસ ગરબાના આયોજનમાં તેમને પ્રવેશ આપવામાં ન આવે, વક્ફ બોર્ડની સત્તા કોન્ટ્રોલ કરવા અનિવાર્ય છે. હિન્દુ સમાજે પણ વક્ફ બોર્ડ માટે પોતાના અભિપ્રાય આપી વક્ફ બોર્ડના સત્તાને રોકવા પ્રયાસ કરવો જોઈએ, એમ મિલિન્દ પરાંડેએ જણાવ્યું હતું.

સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા હુમલાને રાજકોટ આવેલા વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય સંગઠન મહામંત્રી મિલિન્દ પરાંડેએ વખોડી કાઢ્યો હતો. તેઓએ કહ્યું કે, આ પ્રકારની હિંસાને કચડી નાખવી જોઈએ. સરકાર પાસેથી હિન્દુ મંદિરોનુ સંચાલન પરત હિન્દુ સંગઠનોને સોંપવાની અમારી માગ છે. કારણ કે, એક પણ મસ્જિદ કે ચર્ચનું સંચાલન સરકાર પાસે નથી. જ્યારે આગામી નવરાત્રિમાં વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી ન આપવાનું આયોજકોને આહ્વાન કરું છું. ધર્માંતરણ કરાવનારા સામે પગલાં લેવા જોઈએ. મિલિન્દ પરાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ એ રાષ્ટ્રીય લોકપ્રિય ઉત્સવ છે. જેમાં વધતી જતી હિંસા છે તેને કઠોરતાથી દૂર કરવી જોઈએ. આ લોકો બીજી વખત આવું કૃત્ય ન કરે તેવી કડક સજા કરવી જોઈએ.

રાજ્ય સરકારે આવો જ વ્યવહાર કર્યો છે તે સારી વાત છે. પરંતુ અન્ય જગ્યાએ પણ આ પ્રકારે જ સમાજ સામે જે હિંસા કરે છે તેની સામે કઠોર પગલાં લેવા જોઈએ. વિધર્મીઓને આપણા ધર્મ પ્રત્યે કોઈપણ પ્રકારની શ્રદ્ધા જ નથી તો તેઓનો નવરાત્રિ મહોત્સવમાં ગરબામાં આવવાનો કોઈ મતલબ જ નથી. જેથી ગરબા આયોજકોને અમે આહ્વાન કરીએ છીએ કે, વિધર્મીઓને ગરબા મહોત્સવમાં એન્ટ્રી આપવામાં ન આવે અને આ માટે વિશ્વ હિન્દુ પરિષદ જાગરણ પણ કરશે.ત્યારે વકફ બોર્ડની સત્તા સિમિત કરવા જે પ્રયાસો થઇ રહ્યા છે તેમાં હિન્દુ સમાજે સહયોગ આપવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બજરંગ દળ અને વિહિપનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસ સામે બજરંગ દળ અને વિહિપનો ભારે વિરોધ કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમ્યાન કરેલી ટિપ્પણીનો વિરોધ રાહુલ ગાંધીએ કરેલી

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાંથી મુક્ત આજે બપોરે ઉના સેશન કોર્ટે આપ્યા જામીન જેલ મુક્તિ બાદ કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું નિવેદન હું ઘરે નહીં બેસું સામાજિક કાર્ય કરતી

આ પણ વાંચો: વિહિપ દ્વારા અંબાજીમાં ભારે વિરોધ અંબાજી મંદિર વહીવટદારના પૂતળાંનું દહન કરાયું વિહિપ દ્વારા અંબાજીના બજારોમાં રેલી સાથે સૂત્રોચાર અંબાજીના બજારોમાં વિહિપ મંત્રી અને કાર્યકરોની