Business News: હિંડનબર્ગ ગ્રૂપે (Hindenburg) નવા જાહેર થયેલા સ્વિસ ફોજદારી કોર્ટના (Swiss Criminal Records) રેકોર્ડને ટાંકીને એવો આક્ષેપ કર્યો છે કે સ્વિસ સત્તાધીશોએ અદાણી ગ્રૂપ (Adani Group) સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ અને સિક્યોરિટીઝની (Money Laundering) બનાવટીના આરોપોની (Forgery) તપાસના ભાગરૂપે 6 સ્વિસ બેંક ખાતાઓમાં 310 મિલિયન ડોલરથી વધુનું ભંડોળ ફ્રીઝ કરી દીધું છે. ત્યારે સ્વિસ ફોજદારી કોર્ટની કાર્યવાહીમાં અદાણી ગ્રૂપનું કોઈ સંડોવણી નથી. એટલું જ નહીં, કંપનીના કોઈ પણ ખાતાઓને કોઈ પણ સત્તાધીશો દ્વારા ફ્રીઝ કરાયા નથી. આ આક્ષેપો પાયાવિહોણા છે.
અદાણી ગ્રૂપે આક્ષેપો નકાર્યા
ગુરુવારે X પરની એક પોસ્ટમાં, યુએસ શોર્ટ-સેલરે જણાવ્યું હતું કે આ તપાસ 2021 ની છે, તેણે ભારતીય સમૂહ સાથે જોડાયેલ અપારદર્શક ઑફશોર એન્ટિટીને (Offshore entity) સંડોવતા નાણાકીય વ્યવહારો (Financial Transactions) પર પ્રકાશ પાડ્યો છે.
Swiss authorities have frozen more than $310 million in funds across multiple Swiss bank accounts as part of a money laundering and securities forgery investigation into Adani, dating back as early as 2021.
Prosecutors detailed how an Adani frontman invested in opaque…
— Hindenburg Research (@HindenburgRes) September 12, 2024
વિદેશી મીડિયાના અહેવાલ મુજબ, હિંડનબર્ગ રિસર્ચના કાર્યકર્તા રોકાણકારોએ જ્યારે આક્ષેપો કર્યા હતા તે અગાઉ જીનિવા પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ ભારતીય સમૂહ અદાણી દ્વારા કથિત ગેરરીતિની તપાસ કરી રહી હતી.
એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, “અરબપતિ ગૌતમ અદાણીના કથિત ફ્રન્ટ મેન સાથે જોડાયેલા 310 મિલિયન ડોલરથી વધુની રકમ 6 સ્વિસ બેંકોમાં જપ્ત કરવામાં આવી છે. કેસ જાહેર થયા બાદ સ્વિટ્ઝર્લેન્ડના એટર્ની જનરલની ઓફિસે તપાસ હાથ ધરી હતી.” જ્યારે અદાણી-હિંડનબર્ગ અહેવાલો અંતના આરે હતા ત્યારે ઓગસ્ટમાં નવા આરોપોએ ધડાકો કરતા કેસ પાછો ચર્ચામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ની શરૂઆતમાં, શોર્ટ સેલર હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ટેક્સ હેવન દ્વારા બજારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો.

હિંડબર્ગ રિસર્ચે આ વખતે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI-Securities and Exchange Board of India)ના ચેરપર્સન માધાબી પુરી બુચ અને પતિ ધવલ બુચ પર કથિત રીતે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા ઑફશોર ફંડમાં રોકાણ કરવાનો આરોપ મૂક્યો હતો.
જાન્યુઆરી 2023 માં અદાણી (Adanis) માટે યુએસ શોર્ટ-સેલરના (US short seller) આક્ષેપોના પ્રથમ અહેવાલ સાથે શરૂ થયું હતું, જેને ભારતીય સમૂહે ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે, તાજેતરના આક્ષેપોએ ફરી એક વખત પાયમાલી મચાવી છે, જેમાં મોટી રાજકીય ટીકા થઈ છે.
આ પણ વાંચો:શું હિંડનબર્ગના રિપોર્ટની આજે અદાણી ગ્રુપના શેરો પર થઈ કોઈ અસર, જાણો સ્થિતિ
આ પણ વાંચો:હિંડનબર્ગ રિસર્ચ: સેબીના વડા માધાબી બુચ અને અદાણી એકબીજાથી સંકળાયેલા હોવાનો કર્યો દાવો
આ પણ વાંચો:અદાણીના મહાગોટાળાની જેપીસી પાસે તપાસ કરાવાયઃ કોંગ્રેસ
