Gandhinagar News/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 10 મીમી વરસાદ ખાબક્યો છે.

Gujarat Ahmedabad Breaking News

Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 10 મીમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. વરસાદ ન હોવાથી ગરમીમાં વધારો થયો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ અમદાવાદમાં તાપમાન 33.6 ડિગ્રી નોંધાયુ છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે.રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજયમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે,જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે,જેમ જેમ ભેજનું પ્રમાણ ઓછુ થશે તેમ ગરમીમાંથી રાહત મળશે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે છે પરંતુ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું છે એટલે ત્યાં વધારે ગરમી પડવાની શકયતા ઓછી છે.

ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી,વરસાદની હાલ મજબૂત સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રી નો વધારો થયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું. હાલ ચાર સિસ્ટમ સક્રિય સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના નહીવત

આ પણ વાંચો: જામનગરમાં ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ, દિલ્હી, યુપી રાજસ્થાન સહિત અનેક સ્થાનો પર આજે થશે વરસાદ