Gandhinagar News/ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના નહીવત

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના નહીવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. હવે ધીમે-ધીમે વરસાદની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાશે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 61 1 રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના નહીવત

Gandhinagar News: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના નહીવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. હવે ધીમે-ધીમે વરસાદની ગતિ ધીમી પડશે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાશે.

13 સેપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે. તે પછી બંગાળ ઉપ સાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તારીખ 13 સપ્ટેમ્બરથી પડી શકે છે. 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પંચમહાલ, સાબરકાંઠા, ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ આવશે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદે જનજીવન પર અસર છોડી છે. ખાસ કરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગરને માઠી અસર વરસાદથી પહોંચી છે. હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી જતા પરિસ્થિતિ બદલાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, અગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ