Gujarat Rain Forecast: ગુજરાત (Gujarat)માં હાલ વરસાદ (Rain)ની ગતિ ધીમી પડી છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ હજુ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવાામાં આવી છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. આજે બનાસકાંઠા, પાટણ, મેહસાણામાં વરસાદ જોવા મળી શકે. જ્યારે દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળા છવાયા છે. સંભવત બંને વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે.
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ઓફ શૉર ટ્રફ,સાયક્લોનિક સર્ક્યુલેશ અને ડિપ્રેશનના કારણે હજુ પણ વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,વડોદરા,પંચમહાલ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ,સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.
IMDએ આગાહી કરી છે કે રાજ્યમાં હાલમાં વરસાદની ગતિ ધીમી પડી છે છતાં આગામી 48 કલાક ભારે રહેશે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર રહેશે અસર. દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઑફ શોર ટ્રેક, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન બનતા ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે. ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદનું જોર રહેશે.
આ પણ વાંચો: હવામાન વિભાગે કરી વરસાદની નવી આગાહી, આ જીલ્લાઓમાં અપાયું એલર્ટ
આ પણ વાંચો: આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ