Mahesana News: મહેસાણાના વિસનગરમાં રોડ રોમિયોનો આતંક જોવા મળ્યો છે. કાયદાને સાવ વિસારે પાડી દઈને બેફામ બનેલા રોડ રોમિયાએ જાહેરમાં સગીરા સાથે બળજબરી કરતાં ચકચાર મચી ગઈ છે. દાદી સાથે જઈ રહેલી સગીરા સાથે યુવકે કરેલી બળજબરીના લીધે વિસનગરમાં આક્રોશ છે.
વિસનગરમાં હવે બેનદીકરી સલામતી જોખમમાં મૂકાઈ છે. હરામખોરે દાદી પાસે જઈ રહેલી સગીરા પાસે મોબાઇલ નંબર માંગીને તેને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. વિસનગરના ડી.ડી. કન્યા છાત્રાલય આગળ આ બનાવ બન્યો હતો. સતીસ ચૌધરી નામના હરામખોર રોડ રોમિયોએ આ કારસ્તાન કર્યુ છે. વિસનગરના પોલીસ સ્ટેશનમાં હરામખોર સતીષ ચૌધરી સામે ગુનો નોંધાયો છે.
જો પોલીસ આવા તત્વો સામે અત્યારથી જ પગલાં નહીં લે તો વિસનગરમાં યુવતીઓને ઘરની બહાર નીકળવું ભારે પડી શકે છે. આ પ્રકારના તત્વો સરેઆમ છેડતી કરે છે શું તેઓને પોલીસને ડર રહ્યો નથી તેઓ કાયદાને ઘોળીને પી ગયા છે, સતીષ ચૌધરી જેવા કેટલા હરામખોરો શહેરમાં ફરે છે, વિસનગરના લોકોએ શું બંગડીઓ પહેરી લીધી છે કે તે આવા હરતાફરતા હીજડાઓ આવી હરકત કરી જાય. આ હીજડાઓ સરેઆમ કોઈ બેન દીકરીની છેડતી કઈ રીતે કરી શકે, શું તેમને પોલીસને કોઈ ડર રહ્યો નથી. જો નાના શહેરોમાં પણ આ રીતે બહેન દીકરીઓ સલામત ન રહે તો પછી મોટા શહેરોની તો વાત જ ક્યાં કરવી.
આ પણ વાંચો: મહેસાણામાં સગીરા સાથે છેડતીનો બનાવ, આખરે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: યુવતીની છેડતી મામલે મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા પડાયું “બંધ”
આ પણ વાંચો: અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ કરી છેડતી
