Bhavnagar News/ ભાવનગરમાં સિહોરમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, મોટા કૌભાંડની આશંકા

ભાવનગરના સિહોરમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. સણોસરા ગામેથી રેશનિંગના(Rationing) અનાજનો જથ્થો ઝડપાયો છે. રેશનિંગના અનાજ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગરીબોનું અનાજ ખરીદી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરના સિહોરમાં સરકારી અનાજનો જથ્થો (Food Stock) ઝડપાયો છે. સણોસરા ગામેથી રેશનિંગના(Rationing) અનાજનો જથ્થો ઝડપાયો છે. રેશનિંગના અનાજ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગરીબોનું અનાજ ખરીદી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ દ્વારા આ બાબતને લઈને કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં સરકારી અનાજ સગેવગે કરી નાખવાનું કૌભાંડ નવું નથી. મેટ્રોપોલિટન શહેર સુરતમાં ગયા વર્ષે પણ આવું જ કૌભાંડ જોવા મળ્યું હતું. સરકાર દ્વારા ગરીબોને અનાજ આપવામાં આવે છે, પંરતુ કેટલાક ઈસમો ગરીબના કોળિયાનો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહીં પરંતુ અનેક વખત સુરત જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું રહેતું હોય છે. સુરતમાં બે દિવસના સમયાંતરમાં બે જગ્યાએથી મસમોટું અનાજ સગેવગે કરવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે.

એક જાગૃત નાગરિકે માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. ટ્રકમાં પાંચ નહીં દસ નહીં, પરંતુ 156 ઘઉં અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી. ટ્રક ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રક ડ્રાયવરને ઝડપી પાડી તેની પૂછપરછ કરવામાં આવતા આ ટ્રક ગોધરાથી અન્ય ટ્રક અનાજનો જથ્થો આવ્યો હતો અને ત્યાથી ટ્રકમાં અનાજનો જથ્થો પલ્ટી કરી અહીં લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ સરકારી અનાજનો જથ્તો નજીકના ગોડાઉનમાંથી ખાલી કરાતો હોવાનું જણાવ્યું હતું. હકીકતના આધારે સવારે માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું અને ગોડાઉન શટર તોડતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. ગોડાઉનમાં 100 કે 200 નહીં પણ 1283 કોથળા ઘઉંના મળી આવ્યા હતાં. આ સાથે ચોખાના કટ્ટા સ્થળ પર મળી આવ્યા હતાં.

હજારો કિલોનો ઘઉંનો જથ્થો : ગોડાઉનમાં હજારો કિલોનો ઘઉંનો જથ્થો જે અનાજ સરકારી બોરીઓમાંથી ખાલી કરીને અન્ય પ્લાસ્ટિકના કોથળામાં ભરવામાં આવી રહ્યું હતું. મહત્વનું છે કે પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ગોડાઉનમાંથી ગવર્મેન્ટ ઓફ હરિયાણા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એફએસએસઆઈ લખેલ તેમજ સરકારી સીલ લેબલવાળી બોરીઓ પણ મળી આવી હતી.

એકની ધરપકડ 4 વોન્ટેડ જાહેર : કોસંબા પોલીસે ઓલપાડના ટ્રક ડ્રાઇવર સાજીદ મજીદ પઠાણને ઝડપી પાડ્યો હતો. તેમજ ઓલપાડના અનાજ માફિયા ચંદ્રેશ ખટીક તેમજ અન્ય ત્રણ અજાણ્યા મજૂરોને વૉન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મહત્વનું છે કે અનાજ માફિયાઓ દ્વારા અવાર વાર ગરીબોને આપતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાતું રહેતું હોય છે. પરંતુ આવા અનાજ માફિયાઓને કડકમાં કડક સજા થાય તે હવે જરૂરી બન્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સરકારી અનાજ કૌભાંડ રોકવા SIT એક્શનમાં 1 લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા 2020થી અત્યાર સુધીના કેસો રિઓપન કરાયા તમામ જીલ્લાના SP, કલેક્ટરને SoP મોકલી

આ પણ વાંચો: સરકારી અનાજના કૌભાંડીઓ અંગે સૌથી મોટા સમાચાર ગરીબોનો કોળિયો ઝૂટવનારા ઉપર તવાઈ નક્કી સરકારી અનાજ સગેવગે કરનારાના કેસ રિ ઓપન થશે સરકારી અનાજના

આ પણ વાંચો: વડોદરામાં અનાજ કૌભાંડમાં મોટો ખુલાસો, તરસાલીની જય હરસિદ્ધિ અનાજ દુકાનની તપાસ, તપાસ અધિકારી કાર્ડધારકના ઘરે જ ગયા ના હોવાનો ખુલાસો, , માણેજા- વૈભવલક્ષ્મી સોસા.માં B-32