Ahmedabad News/ રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 2260 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ભારત સરકારશ્રી દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બર, 2024થી 31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 62640થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 14077950 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 311 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 302 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 2260 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 2025 મુખ્ય રસ્તાઓ, 670 માર્કેટ વિસ્તાર, 2785 કોમર્શીયલ વિસ્તાર, 5880 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૭૩૩ બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 345 રેડ સ્પોટ(પાનની પિચકારી) 315 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 1427 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 100થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં સપરિવાર કેનેડા મોકલવાના બ્હાને યુવાન સાથે છેતરપિંડી

આ પણ વાંચો: મહેસાણામાં સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી