Sports News : ચેસ ઓલિમ્પિયાડ 2024: ભારતીય ચેસ પ્લેયર ડી ગુકેશે ચેસ ઓલિમ્પિયાડ 2024માં ઈતિહાસ રચ્યો છે. તેણે ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારત માટે ગોલ્ડ જીત્યો. ડી ગુકેશ હવે 45માં ઓલિમ્પિયાડમાં સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.45માં ચેસ ઓલિમ્પિયાડના 10માં રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ અમેરિકાને 2.5-1.5થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી’ગુકેશ ફેબિયાનો કારુઆનાને હરાવે છે.
હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં આયોજિત સ્પર્ધામાં ગ્રાન્ડમાસ્ટર અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર ડી ગુકેશ ફેબિયાનો કારુઆનાને હારનો સ્વાદ ચખાડતા પુરૂષ વર્ગમાં પ્રથમ વખત ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ડી ગુકેશને ગ્રાન્ડમાસ્ટર પ્રવીણ અને પ્રજ્ઞાનંદના કોચ આરબી રમેશે પણ અભિનંદન પાઠવ્યા છે.પ્રવીણ થિપસેએ કહ્યું કે જો ભારત 11મા રાઉન્ડમાં હારી ગયું હોત તો પણ તેના અન્ય ટીમ સાથે સમાન પોઈન્ટ હોત. તેમ છતાં ટ્રાઇ-બ્રેકરમાં ભારતનો સ્કોર સારો છે. જેના કારણે તેનો ગોલ્ડ મેડલ
નિશ્ચિત હતો. ભારતીય પુરૂષ ટીમે ઓલિમ્પિયાડ 2024માં સુવર્ણ પદક જીત્યો છે, ફાઈનલ સુધી અજેય રહી હતી. ભારત હજુ પણ 19 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટમાં ટોચ પર છે.ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ 10મા રાઉન્ડમાં ચીનને 2.5-1.5થી હરાવીને પોતાના કારવાને આગળ ધપાવ્યો હતો. આ પહેલા ભારતની અમેરિકા સાથેની મેચ ડ્રો રહી હતી. જો કે હવે ચીનને હરાવ્યા બાદ ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ ઉંચુ છે. ટીમે શાનદાર વાપસી કરી છે. ભારતીય મહિલા ટીમમાં અત્યાર સુધી માત્ર દિવ્યા દેશમુખે જ જીત મેળવી છે જ્યારે વંતિક અગ્રવાલ, વૈશાલી અને હરિકાએ મેચ ડ્રો કરી હતી.
આ પણ વાંચો: ભારતની આજે બાંગ્લાદેશ સામે ટક્કરઃ ઓપનરોનું નબળું ફોર્મ ચિંતાનો વિષય
આ પણ વાંચો: ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો
આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો વિરાટ વિજય..
