Ahmedabad News/ અમદાવાદમાં સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં ધ્રુવિલ શાહના પંજાબી સબ્જીના ઓર્ડરમાં જીવડું નીકળતા રેસ્ટોરન્ટ ગ્રાહકોના

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં (Ahmedabad) વધુ એક રેસ્ટોરન્ટમાં (Restaurant) જીવડું નીકળવાની ઘટના સામે આવી છે. પાંજરાપોળ સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં ગ્રાહકના પંજાબી ઓર્ડરમાં જીવડું નીકળતા રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનું ફરી એકવાર પુરવાર થયું હોય તેમ લોકો માની રહ્યાં છે. એએમસી આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવી રહી.

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં ધ્રુવિલ શાહના પંજાબી સબ્જીના ઓર્ડરમાં જીવડું નીકળતા રેસ્ટોરન્ટ ગ્રાહકોના સ્વાસ્થ્યની દરકાર કરતું ન હોવાનું હાલ જાણવા મળ્યું છે. આવો જ બીજો કિસ્સો વડોદરામાં બન્યો છે. ગ્રાહકને રેસ્ટોરામાં ઢોંસા મંગાવેલો હતો, જેમાં સાંભારની કીટલીમાં ઈયળો ફરતી દેખાઈ હતી. ગ્રાહકે આ અંગે મેનેજરને ફરિયાદ કરતા કીટલી બદલાવી હતી. પરંતુ આ ઘટનાથી કોર્પોરેશનની ટીમની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ નીલાંબર સર્કલ પાસે આવેલ એક ફૂડ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા વ્યક્તિના ખોરાકમાંથી વંદો નીકળતા ફરી એકવાર વડોદરા શહેરની રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો હતા. આ અંગે મળેલી ફરિયાદના આધારે આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અહીં ચેકિંગ પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બ્રાન્ડેડ કંપનીના રેસ્ટોરન્ટમાં ભોજન આરોગતા પહેલા સાવધાન

આ પણ વાંચો:ભારતીય રેસ્ટોરન્ટે Minneapolisમાં ખવડાવી લોકોને પાણીપુરી! શું કહ્યું વિદેશીઓએ…

આ પણ વાંચો:વડોદરામાં રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી, પનીર ચીલીમાંથી વંદો નીકળ્યો