Surat News: ગિરનારના જંગલમાં યુવક અને યુવતીએ આત્મહત્યા (Suicide) કરતા ચકચાર મચી ગઈ છે. આ કિસ્સાની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતની પરીણિતાએ પ્રેમી સાથે આત્મહત્યા કરી છે. ગોરખધુણા નજીકની ખીણમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે.
યુવક અને યુવતીની આત્મહત્યા પાછળનું આ સિવાય બીજું કોઈ કારણ બહાર આવ્યું નથી. બંને સુરતના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના દીપક વેકરિયા અને કામરેજની ચૈતાલી લાખણકીયાએ આત્મહત્યા કરી છે.
પોલીસે મૃત્યુ પાછળનું કારણ પ્રેમપ્રકરણ માને છે. તેમા ચૈતાલી લાખણકીયા પરઈમિત હોવાનું માલૂમ પડ્યુ છે. તેથી પોલીસને આ આત્મહત્યાના બનાવમાં પ્રેકપ્રકરણ સિવાય બીજું કોઈ કારણ લાગતું નથી. પ્રેમી અને પ્રેમિકાના લીધે પ્રેમિકા પરીણિત હોવાથી લગ્ન ન થઈ શકે તેવી સંભાવનાના આધારે બંનેએ આત્મહત્યા કરી છે.
પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ પ્રેમી અને પ્રેમિકા બંનેના કુટુંબીઓની પૂછપરછ કરી રહી છે અને તેના અંગેની વિગતો મેળવી રહી છે. આ સિવાય બંનેના ફોનની કોલ ડિટેલ્સ પણ પોલીસ ચકાસી રહી છે. આ માટે બંનેના ફોન કબ્જામાં લઈને તેની વિગતો જાણવા માટે આ ફોનને ફોરેન્સિક લેબ્સમાં પણ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રેમિકાના પતિની પોલીસ ખાસ પૂછપરછ કરી રહી છે અને કેસની કાર્યાવાહી ચાલે તે દરમિયાન તે શહેર છોડવાની ખાસ મનાઈ ફરમાવી છે. તેની સાથે પોલીસ બોલાવે ત્યારે હાજર રહેવા જણાવાયું છે.
આ પણ વાંચો: અમદાવાદનો રિવરફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ, 700થી વધુની આત્મહત્યા
આ પણ વાંચો: આત્મહત્યાનો દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધારે, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
આ પણ વાંચો: સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?
